Ahmedabad : કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા, બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયા

|

Feb 24, 2022 | 4:19 PM

કાલપુર હત્યા કેસના આરોપી સોહેલ ઉર્ફે બોબો લાલબાદશાહ, અને સફાન ઉર્ફે લાલબાદશાહએ બહેનની છેડતીનો બદલો લેવા મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકની ધોળા દિવસે કરપીણ હત્યા કરી.. ઘટનાની વાત કરીએ તો મૃતક મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકએ શાહપુરની એક પરિણીતા ના ઘરમાં ઘૂસીને તેના કપડા ફાડી ને છેડતી કરી હતી

Ahmedabad : કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા, બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયા
Ahmedabad Two Accused Of Murder Present In Police Station

Follow us on

અમદાવાદના(Ahmedabad)  કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી છે. જેમાં હત્યા કરીને બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પરિણીતાની છેડતીની(Molestation)  થયેલી ફરિયાદની તકરારમાં મૃતકને જાહેરમાં રહેંસી નાખવામાં આવ્યો છે. જો કે જાહેરમાં થયેલા હત્યાના બનાવ લઈ પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ આરોપી સોહેલ ઉર્ફે બોબો લાલબાદશાહ, અને સફાન ઉર્ફે લાલબાદશાહએ બહેનની છેડતીનો બદલો લેવા મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકની ધોળા દિવસે કરપીણ હત્યા કરી.. ઘટનાની વાત કરીએ તો મૃતક મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાકએ શાહપુરની એક પરિણીતા ના ઘરમાં ઘૂસીને તેના કપડા ફાડી ને છેડતી કરી હતી. જેથી પરિણીતાએ મુજફ્ફર ઉર્ફે ડુમ્મપાક અને તેના મિત્ર સહેજાદખાન ઉર્ફે એસ.કે.ફિરોઝખાન પઠાણ વિરૂદ્ધ છેડતી તેમજ મારમારી અને ધમકીની ફરિયાદ કરી હતી.

કાલુપુર પોલીસની કામગીરીઓ પર પ્રશ્નો ઉઠ્યા

આ ફરિયાદની અદાવત રાખીને મૃતકએ આરોપી સફાન અને સોહેલ સાથે તકરાર કરતા બન્ને આરોપીએ જાહેર રોડ પર છરીના ઘા ઝીકીને મુજફ્ફર હત્યા કરી દીધી હતી. જાહેરમાં થયેલ હત્યાની ધટના લઈ કાલુપુર પોલીસની કામગીરીઓ પર પ્રશ્નો ઉઠ્યા છે.કારણકે પોલીસનો ડર ન હોય એમ જાહેર રોડ પર હત્યા કરી ફરાર થઈ ગયા હતા

આરોપીએ મુઝફ્ફરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું

મૃતક મુઝફ્ફર રીક્ષા ચલાવી ને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. છેલ્લા 6 મહિનાથી આરોપીની બહેન સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. 22 ફેબ્રુઆરીના રોજ પરિણીતા તેના ઘરે બાળકો સાથે હાજર હતી ત્યારે મુઝફ્ફર રીક્ષા લઇને આવ્યો અને ઘરમાં ઘુસી ગયો હતો સીધી પરિણીતાને બાથ ભીડી લીધી હતી અને તુ મને બહુ પસંદ છે તેમ કહીને બળજબરી કરવા લાગ્યો હતો. મુઝફ્ફર પરિણીતાના કપડા ફાડી નાખ્યા હતા અને લાફા પણ માર્યા હતા તેમજ ધમકી આપી હતી કે મારી જોડે સીધી રીતે સંબંધ નહી રાખે તો તારા પતિ અને ભાઈની હત્યા કરી નાખશે. જેથી આરોપીએ મુઝફ્ફરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. મુઝફ્ફરે જ્યારે સફાન સાથે તકરાર શરૂ કરી ત્યારે સોહેલ પહોંચી ને હત્યા કરી દીધી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

મૃતક મુઝફ્ફર વિરુદ્ધ પણ અપહરણ અને પ્રોહીબિશન ના ગુના નોંધાયા હતા

આરોપી સોહેલ વિરુદ્ધ ચેઇન સ્નેચિંગ, મારામારીના અનેક ગુના નોંધાયા છે અને પાસા પણ કરવામાં આવી હતી.જ્યારે મૃતક મુઝફ્ફર વિરુદ્ધ પણ અપહરણ અને પ્રોહીબિશન ના ગુના નોંધાયા હતા બન્નેનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. હાલમાં કાલુપુર પોલીસે હત્યા કેસમાં સોહેલ અને સફાન ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Rajkot: 500 કરોડના કથિત કૌંભાડ પર ભાજપના નેતા ભારદ્રાજનું નિવેદન, કોંગ્રેસ પુરાવા આપે નહિ તો કાર્યવાહી માટે તૈયાર રહે

આ પણ વાંચો : Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

Next Article