AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળને કારણે દર્દીઓને મુશ્કેલી, સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો, અન્ય દર્દીઓ કણસી રહ્યાં છે

|

Aug 10, 2021 | 6:50 AM

Junior Doctor's Strike : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર નથી મળી રહી. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે.

AHMEDABAD: એકતરફ તબીબોની હડતાળ ચાલી રહી છે,તો બીજીતરફ છેલ્લા ઘણા સમયથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. જુનિયર ડોકટરોની હડતાળને કારણે સારવાર વગર એક માતાએ પુત્ર ખોયો છે, તો અન્ય દર્દીઓ સારવાર માટે કણસી રહ્યાં છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર નથી મળી રહી. તેમને વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તબીબો વિના દર્દીઓ રઝળી પડ્યા છે.જુદા જુદા રોગના દર્દીઓ સારવાર માટે વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે, પણ તેમને સારવાર નથી મળતી.

દર્દીઓએ કહ્યું હતું કે સવારે વહેલા આવવાથી તેમનો નંબર જલ્દી આવી જશે અને તેમની સારવાર જલ્દી થશે એવી આશાથી વહેલા આવી જાય છે, પરંતુ ડૉક્ટર્સની હડતાળને પગલે દર્દીઓ ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઉભા રહેવા તેઓ મજબૂર બન્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શનના કેસોમાં PASA ની કાર્યવાહી કરવા અંગે હાઈકોર્ટે વ્યકત કરી નારાજગી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : Ahmedabad : ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થવા મામલે વાલીમંડળે શિક્ષણ વિભાગને રજુઆત કરી

Next Video