Ahmedabad: રિવરફ્રન્ટ પર ઓવર સ્પીડિંગ રોકવા ટ્રાફિક પોલીસની કામગીરી, સ્પીડ ગન સાથે પોલીસ જવાનો તહેનાત કરાયા, જુઓ Video

|

Sep 11, 2023 | 5:25 PM

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે જેના કારણે અહીંયા પણ ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.

Ahmedabad: રિવરફ્રન્ટ પર ઓવર સ્પીડિંગ રોકવા ટ્રાફિક પોલીસની કામગીરી, સ્પીડ ગન સાથે પોલીસ જવાનો તહેનાત કરાયા, જુઓ Video

Follow us on

Ahmedabad : થોડા સમય પહેલા ગતિ મર્યાદા કરતા ખૂબ વધુ ઝડપથી વાહન હંકારવાના કારણે ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge Accident) ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ રાજ્ય સરકારની સાથે સાથે અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સતર્ક છે અને અમદાવાદ શહેરમાં ખૂબ વધુ ઝડપથી વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહીની શરૂઆત કરી છે.

આ પણ વાંચો-Banaskantha: થરાદમાં એક બેકાબૂ કારચાલકે બે બાઈકને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ, જુઓ Video

અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રન્ટ રોડ ઉપર દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. આ માર્ગ ઉપર ભારે વાહનો તથા રીક્ષાઓનો પ્રતિબંધ હોવાથી ફોર વ્હીલ ચાલકોને વાહન હંકારવાનો માર્ગ મોકળો મળી રહે છે જેના કારણે અહીંયા પણ ઓવર સ્પીડિંગ અને તેના કારણે થતા અકસ્માતોની ઘટના સામે આવતી રહેતી હતી, પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા રિવરફ્રન્ટ માર્ગ ઉપર પણ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

રૂપિયા ત્રણ લાખથી વધુના ખર્ચે વસાવાયેલા અધ્યતન મશીન એટલે કે સ્પીડ ગન સાથે અહીંયા ટ્રાફિક પોલીસની કામગીરી જોવા મળી રહી છે કે જેમાં રિવરફ્રન્ટ પર નિયત કરાયેલી 70 કરતા વધુ ગતિ મર્યાદા હોય તેવા વાહન ચાલકોને મેમો મોકલવામાં આવી રહ્યો છે. રિવરફ્રન્ટ ઉપર કામગીરીમાં હાજર અમદાવાદ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અખિલેશ તિવારીએ TV9 સાથે વાત કરતા જણાવ્યું કે, રિવરફ્રન્ટ ના માર્ગ ઉપર અગાઉ ખૂબ વધારે ગતિ મર્યાદામાં લોકો ગાડી હંકારતા હતા, પરંતુ પાછલા દિવસમાં ટ્રાફિક પોલીસની કામગીરીને કારણે લોકોમાં ભય ઉભો થયો છે અને પરિણામે અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

તેમણે જણાવ્યુ કે અહી રાખવામાં આવેલી માત્ર એક મશીનની કિંમત રૂપિયા ત્રણ લાખ છે આવા અનેક મશીન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે અને શહેરમાં વધુ ઝડપથી વાહન હંકારતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય અને અકસ્માત નિવારી શકાય તે પ્રકારે પણ હાલ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:26 pm, Mon, 11 September 23

Next Article