Ahmedabad: થલતેજ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની દીવાલ ધરાશાયી થતા વાહનો દટાયા, ફાયર બ્રિગેડને મળતા ઈમરજન્સી કોલમાં વધારો

|

Jul 01, 2023 | 12:16 AM

Ahmedabad: ભારે વરસાદ વચ્ચે શહેરમાં ફાયર બ્રિગેડને અનેક ઈમરજન્સી કોલ મળ્યા જેમા થલતેજ વિસ્તારમાં આવેલા ટોરેન્ટ સ્ટેશનમાં દીવાલ ધરાશાયી થતા અનેક વાહનો દટાયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

Ahmedabad: થલતેજ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની દીવાલ ધરાશાયી થતા વાહનો દટાયા, ફાયર બ્રિગેડને મળતા ઈમરજન્સી કોલમાં વધારો

Follow us on

Ahmedabad: શહેરમાં ભારે વરસાદને પગલે ઈમરજન્સી કોલમાં વધારો થયો છે. ફાયર બ્રિગેડને અનેક ઈમરજન્સી કોલ મળ્યા હતા. જેમા થલતેજ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની એક દીવાલ ધરાશાયી થતા અનેક વાહનો દટાયા હતા. આ તરફ બોપલ સાનિધ્ય હોમમાં ઈલેક્ટ્રીક મીટરમાં આગ લાગવાનનો બનાવ બન્યો હતો. જ્યારે લાલ દરવાજા એડવાન્સ સિનેમા પાસે વીજળી પડવાના કારણે દીવાલ પડી હતી. શ્યામલ ચાર રસ્તા પર શાલીગ્રામ આર્કેડમાં લિફ્ટમાં બે વ્યક્તિ ફસાયા હતા. જેમને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ તરફ થલતેજ ચોકડી નજીક એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે દીવાલ પડી હતી. પરિમલ અંડરપાસમાં પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી. વૈષ્ણૌદેવી સર્કલ નજીક ત્રાગડ અંડર પાસ પાસે પનાસ બંગલો સાઈડમાં સ્લેબમાં ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી હતી. પાંચકૂવા દરવાજા પાસે હરણવાળી પોળમાં મકાન દીવાલ પડી હતી. બાપુનગર ચાર રસ્તા નજીક રિક્ષા પર ઝાડ પડ્યુ હતુ.જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ તમામ સ્થળે ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : ભારે વરસાદમાં સિંધુ ભવન માર્ગ બન્યો જળબંબાકાર, પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન-જુઓ Video

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

છેલ્લા બે દિવસમાં મણીનગર અને ગોમતીપુરમાં બનેલી ઘટના બાદ tv9 એ કર્યું રિયાલિટી ચેક હાથ ધર્યુ હતુ. જેમા વિરાટનગરમાં આવેલ મ્યુનિસિપલ કવાટર્સના મકાનો પણ જર્જરીત હાલતમાં જોવા મળ્યા છે. વિરાટ નગર વોર્ડમાં આવેલ મંગલ પાંડે હોલ સામેના મ્યુસીપલ કોટર્સ મકાનોની. કે જેની હાલત પણ જર્જરીત બની ચૂકી છે જ્યાં લોકો ભઈના કોથળ નીચે રહી રહ્યા છે કારણકે તાજેતરમાં જ બે દિવસ પહેલા તે મ્યુનિસિપલ કોટર્સના એક મકાનમાં છતમાંથી પોપડા નીચે પડ્યા જ્યાં નીચે રૂમમાં રમતી એક બાળકીને ઈજા થતાં રહી ગઈ તેમ જ થોડા સમય પહેલા તે જ ક્વોટર્સના અન્ય બ્લોકમાં પોપડા પડવાની ઘટના બની ત્યાં પણ સ્થાનિકોનો આબાદ બચાવ થયો એટલે કે મકાનો જર્જરીત પણ બન્યા છે અને મકાનો બનવાના સાથે છતમાંથી પોપડા પડવાની પણ ઘટનાઓ બની રહી છે જેના કારણે સ્થાનિકોને વરસાદ વચ્ચે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જવાનો પણ હોઈ શકાવી રહ્યો છે

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article