Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન

|

Feb 27, 2022 | 6:31 PM

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

Ahmedabad: આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે : મુખ્યપ્રધાન
Ahmedabad: Today Gujarat's co-operative societies have created a unique identity: Chief Minister (ફાઇલ)

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન

Ahmedabad:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)અસલાલી (Asalali)ખાતે સહકારી મંડળીના (Co-operative society) નવા ભવનના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, અસલાલી સહકારી મંડળીનું આ નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનવાનું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અસલાલીની સહકારી મંડળી જેવી અનેક મંડળીઓની સિદ્ધિઓ જ ગુજરાતના સહકારી ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે, જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના પશુપાલકો અને દૂધ સંઘોને ઉપયોગી વિવિધ સરકારી સહાયથી આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે, જે આપણા સૌ માટે એક આનંદ અને ગૌરવની વાત છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં પ્રથમ વાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે, વડાપ્રધાનની પ્રેરણા, પ્રયાસ અને આહવાનથી આજે સહકારી ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે, નરેન્દ્રભાઈ જાણતા હતા કે સહકારી ક્ષેત્ર મજબૂત હશે તો રાજ્ય પણ મજબૂત બનશે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના દરેક નાના ગામડાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરે તો ગુજરાત આત્મનિર્ભર બનશે અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ સાકાર થશે.

આ અવસરે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, આઝાદીનાં ૭૫ વર્ષ બાદ દેશમાં જે સહકાર વિભાગની જરૂરિયાત હતી એ સહકાર વિભાગ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શરૂ કરાવીને ‘સહકારથી સમૃદ્ધિ’ તરફની એક નવી દિશા આપી છે.

મંત્રીએ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે સહકારી મંડળી તરફથી નવા ઇનોવેટિવ આઇડિયા લાવવાનો પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઘનશ્યામભાઈ અમીને જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં સહકારી ક્ષેત્રના અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રને વધુ ને વધુ આગળ દોરી જશે.

આ અવસરે સ્વાગત પ્રવચનમાં ધી અસલાલી સેવા સહકારી મંડળીના ડિરેક્ટર અજીતભાઇ પટેલે ‘ધી અસલાલી સેવા સહકારી મંડળી’ વિશે વિસ્તૃતમાં વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે ‘મારું જીવન અંજલિ થાજો’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ અવસરે ‘મહા મેગા મેડિકલ ચેકઅપ’ કેમ્પનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કો-ઓપ બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, અસલાલી સેવા સહકારી મંડળીના સદસ્યો અને સહકારી અગ્રણીઓ વગેરે
ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Bhavnagar: સાબરમતી-ભાવનગર બ્રોડગેજનું કામ પૂર્ણ થયું પણ ટ્રેનો ક્યારે શરૂ થશે? જાણો સાંસદ ભારતીબહેન શું કહે છે

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા

Next Article