Ahmedabad : જુહાપુરામાં મહિલા પર થયેલ ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદના(Ahmedabad)જુહાપુરામાં મહિલા પર થયેલ ફાયરિંગ કેસમાં પકડાયેલ આરોપી શોહિલ મલેકની પુછપરછ કરતા કબૂલાત કરી છે કે ભોગ બનાર મુનિરાબાનુ ફોઈ થાય છે અને કૌટુંબિક અદાવતમાં હત્યા કરવા ભત્રીજાએ સોપારી આપી હતી.

Ahmedabad : જુહાપુરામાં મહિલા પર થયેલ ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ
Ahmedabad Crime Branch Arrest Juhapura Murder Accused
| Edited By: | Updated on: Jun 10, 2022 | 10:39 PM

અમદાવાદના (Ahmedabad) જુહાપુરામાં મહિલા પર થયેલ ફાયરિંગ કેસમાં(Firing)ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. આ આરોપીની પુછપરછમાં ચોકવાનારો ખુલાસો થયો છે. જેમાં મહિલાની હત્યા(Murder)માટે તેના ભત્રીજાએ પાંચ લાખ રૂપિયા સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. આની સાથે જ હત્યા માટે છેલ્લા 6 મહિનાથી કાવતરું ધડાયું હતું. ક્રાઇમ બ્રાંચે  અસ્ફાક મુલ્તાની,સોહિલ દીવાન અને શોહિલ મલેકની ધરપકડ કરી છે. આ પકડાયેલ આરોપી શોહિલ મલેકની બહેનનો શંકાસ્પદ હાલતમાં વર્ષ 2017માં મૃતદેહ મળ્યો હતો.જે હત્યા ભોગ બનનાર મુનિરાબાનુએ કરી હોવાની આશંકાને લઈ શોહિલએ હત્યાનું કાવતરું ઘડ્યું છે. જેમાં પાંચ લાખ રૂપિયામાં સોહિલ દીવાન અને અસ્ફાક મુલ્તાનીને હત્યાની સોપારી આપી હોવાનું સામે આવ્યું છે.

છ મહિનાથી ભત્રીજા શોહિલ મલેકએ પ્લાન ધડયો હતો

જેમાં પકડાયેલ આરોપી શોહિલ મલેકની પુછપરછ કરતા કબૂલાત કરી છે કે ભોગ બનાર મુનિરાબાનું પોતાની ફોઈ થાય છે અને કૌટુંબિક અદાવતમાં હત્યા કરવા ભત્રીજાએ સોપારી આપી હતી.જે મુનિરાબાનું હત્યા કરવા છેલ્લા છ મહિનાથી ભત્રીજા શોહિલ મલેકએ પ્લાન ધડયો હતો.જેમાં હત્યાની પાંચ લાખની સોપારી આરોપી અસ્ફાક મૂલ્તાની અને શોહીન દીવાનએ આપી હતી..જેથી મુનિરાબાનુની હત્યા કરવા આરોપીઓ રેકી કરીને 30 મે ના રોજ જુહાપુરા રોડ પાસે લગ્નમાંથી મુનિરાબાનુ બહાર નીકળતા જ આરોપી અસ્ફાક અને શોહિલ દીવાન તેનો પીછો કરીને ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

માહિતીના આધારે મુનિરાબાનુ પર ફાયરિંગ કરવામાં આવ્યુ

ફાયરિંગના દિવસે ભત્રીજાએ પોતાના ફોઈ લગ્ન માં આવ્યા છે જે માહિતી શૂટરો સુધી પહોંચાડી હતી.જે માહિતીના આધારે મુનિરાબાનુ પર ફાયરિંગ કરવામાં આવ્યુ. આ ફાયરિંગમાં વપરાયેલ પીસ્તલ પજાંબથી મંગાવવામાં આવી હતી.આ હથિયાર ખેતરમાં થ્રેશર ચલાવવા આવેલા વ્યક્તિ પાસે મંગાવ્યા હોવાનું આરોપીઓએ કબુલ્યું છે. જે હથિયાર કબ્જે લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

Published On - 10:36 pm, Fri, 10 June 22