Ahmedabad: મિસ્ત્રી કામ છોડી બાઈક ચોરીના રવાડે ચડેલા ચોરની કરાઈ ધરપકડ, વિવિધ શહેરોમાંથી 12 બાઈકની ચોરીને આપ્યો અંજામ

|

Sep 14, 2023 | 11:48 PM

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવા બાઈક ચોરની ધરપકડ કરી છે જે મિસ્ત્રી કામ છોડી બાઈક ચોરીના રવાડે ચડી ગયો. રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવ્યો ત્યારે તેની પાસે કોઈ બાઈક ન હોવાથી ચોરી કર્યુ હતુ. આ ચોરીમાંથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો અને રાજ્યના અનેક જિલ્લાઓમાં બાઈક ચોરીને અંજામ આપી ચુક્યો છે.

Ahmedabad: મિસ્ત્રી કામ છોડી બાઈક ચોરીના રવાડે ચડેલા ચોરની કરાઈ ધરપકડ, વિવિધ શહેરોમાંથી 12 બાઈકની ચોરીને આપ્યો અંજામ

Follow us on

Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ઘાટલોડીયાના ડમરુ સર્કલ પાસે એક ચોરાઉ બાઇક લઈને એક વ્યક્તિ પસાર થઈ રહ્યો છે જેના આધારે પોલીસે તપાસ કરી હતી અને ડમરું સર્કલ પાસેથી દિનેશ પરિહારની ચોરાઉ બાઇક સાથે ધરપકડ કરી હતી. પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે દિનેશ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને નવી બનતી ફ્લેટોની સ્કીમમાં પગાર ઉપર મિસ્ત્રી કામ કરે છે.

કારંજ વિસ્તારમાંથી ચોર્યુ હતુ પ્રથમ બાઈક, ત્યારથી શરૂ થયો ચોરીનો સિલસિલો

દિનેશનો મિત્ર હિંમતસિંહ રૂપાવત થોડા સમય પહેલા રાજસ્થાનથી અમદાવાદ ખાતે ફરવા આવ્યો હતો, પરંતુ અમદાવાદમાં ફરવા માટે બંને મિત્રો પાસે મોટરસાયકલ હતું નહીં. જેથી બંને મિત્રોએ મળીને એક મોટરસાયકલ ચોરી તેમાં અમદાવાદ ફરવાનું નક્કી કર્યું અને બંને મળીને કારંજ વિસ્તારમાંથી એક મોટરસાયકલની ચોરી કરી હતી. આ ચોરાઉ મોટરસાયકલમાં બંને મિત્રો અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા. જે બાદ રાજસ્થાનથી આવેલો હિંમતસિંહ આ મોટરસાયકલ લઈને રાજસ્થાન જતો રહ્યો હતો.

અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં બાઈક ચોરીને આપ્યો અંજામ

બસ આ એક ચોરીની ઘટનાએ આરોપી અને મિસ્ત્રી કામ કરતા એવો દિનેશને બાઈક ચોર બનાવી દીધો હતો. હિંમતસિંહ રાજસ્થાન ગયા બાદ દિનેશ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં બાઈક ચોરી કરતો હતો. દિનેશે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિત અલગ અલગ જગ્યાઓ પર વાહનો ચોરી કર્યા હતા. તેમજ આરોપી દિનેશ તેના વતન રાજસ્થાન જવા માટે પણ આ બાઈકનો જ ઉપયોગ કરતો હતો. તો બીજી તરફ જ્યારે એક વાહનનો શોખ પૂરો થઈ જાય ત્યારે તે વાહન રસ્તા પર મૂકી દેતો હતો અને બીજું વાહન ચોરી કરતો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ

અલગ અલગ જિલ્લામાંથી 12 જેટલા બાઈકની કરી ચોરી

આરોપી દિનેશની પૂછપરછમાં તેણે અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા તેમજ રાજસ્થાનથી અલગ અલગ 12 જેટલા બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાં અમદાવાદના માધુપુરા, સોલા, કારંજ, ચાંદખેડા તેમજ ગાંધીનગરના અડાલજ અને મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલનો મુખ્યમંત્રીને પત્ર, જ્ઞાન સહાયક યોજના નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતીની કરી માગ

બીજી તરફ દોઢ વર્ષ પહેલા દિનેશે રાજસ્થાનના ફલોદી શહેરના બજારમાંથી પણ એક બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે હવે પોલીસે દિનેશની વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કોઈ વાહન ચોરી દિનેશ દ્વારા કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ દિનેશના મિત્ર હિંમતસિંહ રૂપાવતની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article