Ahmedabad: રથયાત્રા દરમિયાન હશે હાઈટેક સુરક્ષા, જાણો પોલીસે શું કરી તૈયારી ?

|

Jun 19, 2022 | 6:32 AM

અલકાયદાએ થોડા સમય પહેલાં જ દિલ્હી, મુંબઇ અને ગુજરાતના શહેરોને ટાર્ગેટ કરી હુમાલ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ કટ્ટરવાદનો સળવાળટ પણ છે. પોલીસે તેને જોતા જીપીએસ સિસ્ટમ અને આખી રથયાત્રાના રૂટ પર સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવાનો પ્લાન પણ ઘડી કાઢ્યો છે.જેમાં 400 જેટલા બોડી ઓન કેમેરાથી વોચ રાખવામાં આવશે.

Ahmedabad: રથયાત્રા દરમિયાન હશે હાઈટેક સુરક્ષા, જાણો પોલીસે શું કરી તૈયારી ?
Rathyatra (File Photo)

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં આગામી રથયાત્રા પોલીસ (Police) માટે કસોટીની યાત્રા બની રહેવાની છે. જેના માટે પોલીસે કમરકસી લીધી છે અને અનેક નવા પ્રયોગો પહેલીવાર આ વખતની યાત્રામાં કરવા જઇ રહી છે. આ વખતની રથયાત્રા (Rathyatra) એટલા માટે પણ ખાસ છે કારણ છેલ્લા બે વર્ષથી રથયાત્રા ભક્તો વગરની હતી. આ વખતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે આવશે ત્યારે કટ્ટર માનસીકતા ધરાવતા લોકો કોઇ પણ કાંકરીચાળો ન કરી જાય તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ શહેર પોલીસની રહેશે

કયા ચેલેન્જથી પોલીસ વધુ એલર્ટ છે

  1. – આ વખતે ભક્તોની ભીડ વધુ રહેવાનું અનુમાન
  2. – અલકાયદાની મોટા શહેરોમાં હુમાલાની ધમકી અપાઇ છે
  3. – નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ કટ્ટરાવાદીઓ ઉશ્કેરાયેલા છે
  4. – કાશ્મિરમાં અલગાવવાદી નેતા યાસીન મલીકને સજાથી આતંકવાદીઓ ગીન્નાયેલા છે
  5. Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
    ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
    શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
    મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
    આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
    BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
  6. – ગત રામનવમીની શોભાયાત્રામાં ગુજરાતમાં પણ બે જગ્યાએ હુમલાની ઘટનાઓ ઘટી હતી

એક નહીં પણ અનેક ચેલેન્જીસ આ વખતે પોલીસ સામે છે. જેને લઇને પોલીસે પણ નતનવા અખતરા અને એક્સન પ્લાન ઘડી કાઢ્યા છે. ગુજરાત એટીએસ અને ચારેય મોટા શહેરોની ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ગુપ્ત સર્વેલન્સ દિવસો પહેલા જ શરૂ કરી દીધુ છે. રાજ્યમાં તમામ શકમંદ વ્યક્તિઓને પોલીસની નજર સ્કેન કરી રહી છે. આવા સંજોગમાં રથયાત્રા દરમિયાન અસામાજીક તત્વોને ડામી દેવા પોલીસે કેવા એક્સન પ્લાન ઘડ્યા છે તે પણ જોઇ લો.

કઈ કઈ વ્યવસ્થા ગોઠવવામાં આવશે

  1. – કરંટ આપીને બેભાન કરતી ટીઝર ગનથી પોલીસ સજ્જ હશે
  2. – રથયાત્રાના સમગ્ર રૂટ પર એક નહીં પણ અનેક ડ્રોનથી નજર રખાશે
  3. – પેટ્રોલ પંપ માલીકોને વાહન વગર પેટ્રોલ ડિઝલ નહીં આપવા સૂચના આપી દેવાઇ છે
  4. – રેતી-સિમેન્ટનો વેપાર કરતા ટ્રેડર્સને પણ ઇંટો અને પથ્થર શકમંદ વ્યક્તિને નહીં આપવા કહી દેવાયું છે
  5. – રથયાત્રામાં તમામ મંડળોમાં એક એક જીપીએસ સિસ્ટમ ગોઠવાશે- પહેલા હાથીથી લઈને છેલ્લી ભજન મંડળી સુધીના આખી યાત્રાને 3 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા કવચ પુરૂ પાડશે
  6. – રૂટ પર દર દસ ફૂટે બે-બે પોલીસ કર્મીઓ કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ હશે
  7. – 400થી વધુ પોલીસકર્મીઓની વર્દી પર બોડીવોર્ન કેમેરા લાઇવ રહેશે

પહેલાં જોઇ લો શું છે ટીઝર ગન. જેનો ઉપયોગ પહેલીવાર અમદાવાવાદ પોલીસ જાહેર બંદોબસ્તમાં કરવા જઇ રહી છે. કોઇ પણ ઉપદ્રવીને બેભાન કરતી કુલ 35 ટીઝર ગન અમદાવાદ પોલીસ પાસે આવી ગઇ છે. જેની ટ્રેનિંગ પણ આપી દેવાઇ છે.

અત્યાધુનિક ગન અને ડ્રોન ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ અત્યારથી એલર્ટ મોડ પર છે. તેનું કારણ અલકાયદાએ થોડા સમય પહેલાં જ દિલ્હી, મુંબઇ અને ગુજરાતના શહેરોને ટાર્ગેટ કરી હુમાલ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ કટ્ટરવાદનો સળવાળટ પણ છે. પોલીસે તેને જોતા જીપીએસ સિસ્ટમ અને આખી રથયાત્રાના રૂટ પર સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવાનો પ્લાન પણ ઘડી કાઢ્યો છે.જેમાં 400 જેટલા બોડી ઓન કેમેરાથી વોચ રાખવામાં આવશે.

ગુજરાત પોલીસનો વર્ષનો સૌથી મોટો બંદોબસ્ત અમદાવાદ રથયાત્રા માનવામાં આવે છે. જેમાં પોલીસના દમખમની પણ પરીક્ષા થઇ જતી હોય છે. પોલીસ પાછલા અનેક વર્ષોમાં આ પરીક્ષામાં પાસ રહી છે પરંતુ આ વખતે ફેઇલ ન થવાય તે માટે સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ દિવસરાત મહેનત કરી રહ્યાં છે.

Published On - 6:57 pm, Sat, 18 June 22

Next Article