Ahmedabad: નવસારીના ચીખલીમાં મોબાઇલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

|

Feb 01, 2023 | 8:24 PM

ગુજરાતના નવસારીનાં ચીખલીમાં બે દિવસ પૂર્વે મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ શોપમાંથી ચોરી કરેલા 30 લાખનો મુદ્દામાલ પણ પકડી પાડવા આવ્યો છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ અત્યાર સુધી નાની ચોરીને અંજામ આપનારી ગેંગ હવે મોટી ચોરીને અંજામ આપવા નીકળી અને પોલીસને હાથે ઝડપાઈ ગઈ છે.

Ahmedabad: નવસારીના ચીખલીમાં મોબાઇલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Ahmedabad LCB Arrest

Follow us on

ગુજરાતના નવસારીનાં ચીખલીમાં બે દિવસ પૂર્વે મોબાઈલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચોરી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મોબાઈલ શોપમાંથી ચોરી કરેલા 30 લાખનો મુદ્દામાલ પણ પકડી પાડવા આવ્યો છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ અત્યાર સુધી નાની ચોરીને અંજામ આપનારી ગેંગ હવે મોટી ચોરીને અંજામ આપવા નીકળી અને પોલીસને હાથે ઝડપાઈ ગઈ છે.  નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં બે દિવસ પહેલા મોબાઈલના શો રૂમમાં ચોરીનો બનાવ બન્યો હતો. મોબાઈલના શો રૂમમાં દીવાલમાં બાકોરું પાડીને ચોર ગેંગ દ્વારા લાખો રૂપિયાના મોબાઈલ અને એસેસરીઝની ચોરીને અંજામ આપ્યો હતો.

જોકે નવસારીનાં ચીખલીમાં થયેલી ચોરીના આરોપી અમદાવાદ તરફ હોવાની માહિતીને આધારે જિલ્લા એલસીબી દ્વારા ત્રણ ચોરને પકડી પાડવા આવ્યા છે. મોબાઈલના શો રૂમમાં ચોરીને અંજામ આપનાર આરોપી પૈકી રોનક ઝાલા જે ધોળકા વિસ્તારમાં રહે છે તો બીજો આરોપી આસિફ રઝા જે ઉતરપ્રદેશના માં રહે છે અને ત્રીજો આરોપી રિયાઝ ઉલ બિહારમાં રહે છે.

મોબાઈલના શો રૂમ માંથી 147 મોબાઈલ ફોન, 3 ટેબ્લેટ, 6 સ્માર્ટ વોચની  ચોરી કરી

આ ત્રણેય આરોપીએ મોબાઈલના શો રૂમ માંથી 147 મોબાઈલ ફોન, 3 ટેબ્લેટ, 6 સ્માર્ટ વોચ, 90 ચાર્જર એડેપ્ટર, 68 ચાર્જર કેબલ, 8 હેન્ડ્સ ફ્રી, 37 કેબલ સાથેના કાળા કલરના ચાર્જર, 33 કી પેડ મોબાઈલ ફોનની બેટરી સહિત 27 લાખથી વધુની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. ચોર ટોળકીએ આઇફોન, સેમસંગ, વન પ્લસ સહિતની કંપનીઓના મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબી ની ટીમે ત્રણેય આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉ પણ અનેક નાની નાની ચોરીને અંજામ આપી ચૂક્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જેમાં ભાવનગર પાસેના બે મંદિરોમાં દાનપેટી માથી રોકડા અને સોના ચાંદીના દાગીના ચોરીઓ કરી હતી. આ ઉપરાંત ફૂટપાથ પર સૂતેલા લોકોના મોબાઈલ ફોન પણ ચોરીઓ કરતા હતા. બીજી તરફ આરોપી આસિફ રઝા બેંગલોર ખાતે એક કપડાના શોપ માંથી 70 જેટલા પેન્ટ અને ટી શર્ટની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આરોપીને ચીખલી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચીખલી પોલીસ હવે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરશે અને આ ચોર ગેંગ માં વધુ કોઈ સામેલ છે કે કેમ અને અગાઉ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરશે.

આ પણ  વાંચો : Gujarati Video : કેન્દ્રીય બજેટને CA અને નિષ્ણાતોએ પણ આવકાર્યું, કહ્યું કરમાળખામાં ફેરફારથી લોકોને થશે ફાયદો

Next Article