અમદાવાદમાં પધારેલા બ્રિટનના PM બોરીસ જોન્સન (British Prime Minister Boris Johnson) સાથે ટોચના અધિકારીએ અને ઉદ્યોગપતિઓ (Businessmen) એ મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને બ્રિટનના PM વચ્ચે ખાસ મુલાકાત થઈ હતી. અદાણી શાંતિગ્રામ સ્થિત અદાણી હાઉસમાં સામે ચાલીને ગયેલા પીએમ બોરિસ જોન્સને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. લંડનમાં બની રહેલા ગ્રીન એનર્જી રિવોલ્યુશન મ્યૂઝિયમને અદાણી ફંડ આપવાના છે. આ અગાઉ ગૌતમ અદાણી અને બોરિસ જોન્સન વચ્ચે ઓક્ટોબર મહિનામાં થયેલી મુલાકાતમાં આ બાબતે ચર્ચા બાદ આ ફંડિંગની જાહેરાત થઈ હતી. કલાઈમેટ ચેન્જ વિષય આધારિત આ મ્યુઝિયમ ઐતિહાસિક મ્યુઝિયમ હશે.
મહત્ત્વની વાત છે કે ઇંગ્લેન્ડના એક વડાપ્રધાન ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ સ્થિત અદાણીની ઓફિસે પહોંચ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન સામે ચાલીને એક ગુજરાતી ઉદ્યોગપતિની ઓફિસે જાય તે પણ એક મોટી ઘટના છે. અદાણી શાંતિગ્રામ સ્થિત ગૌતમ આદણીની ઓફિસ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન પહોંચ્યા હતા, અને ત્યાં તેમણે ગૌતમ અદાણી સાથે મુક્ત મને ચર્ચા કરી હતી.
બ્રિટન અત્યારે બહારના દેશોમાંથી રોકાણ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે જ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન ગુજરાતમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવા આવ્યા છે. ગૌતમ અદાણીએ પહેલાંથી જ ત્યાં રોકાણ કરવાની જાહેરાત કરી દીધી છે અને અદાણી વિદેશમાં પોતાનો વ્યવસાય વિસ્તારી રહ્યા છે ત્યારે તે બ્રિટનમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના આ બંનેની મુલાકાત બાદ જણાઈ રહી છે. બ્લૂમ્બર્ગ બિલિયોનર ઈંડેક્સના અહેવાલ પ્રમાણે આ વર્ષે સંપત્તિ વધારવામાં ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના ધનપતિ જેફ બેજોસ અને ઈલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. અને એટલે જે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હતા. અને પોતાના દેશમાં અદાણી ગ્રુપ નિવેશ કરે તે માટેની સંભાવાનો પણ તપાસી હતી.
અદાણી સમૂહની સાત કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ સિવાય અદાણી ટ્રાન્સમિશન સામેલ છે. બોરિસ જોન્સન પણ પવનની દિશા પારખી અદાણીને બ્રિટનમાં રોકણ કરવા આકર્ષી રહ્યાં હોય તેવી પણ ચર્ચા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરઃ મિશન ગુજરાત પર ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે
આ પણ વાંચોઃ Surat : ગોડાદરામાં 6 વર્ષનો બાળક ટેરેસની પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળ્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો