Ahmedabad: સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવી, ન્યુડ ફોટો મેળવી બ્લેકમેલ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

|

May 22, 2023 | 11:35 PM

Ahmedabad: અમદાવાદમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવીને ન્યુડ ફોટો મેળવી યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ 2 યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ પણ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

Ahmedabad: સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવી, ન્યુડ ફોટો મેળવી બ્લેકમેલ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

Follow us on

સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા કરતા પહેલા ચેતજો. આ મિત્રતા તમને ભારે પડી શકે છે. અમદાવાદમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવતીને વિશ્વાસમાં લઈ તેના ન્યુડ ફોટો યુવકે મેળવી લીધા હતા. ત્યાર બાદ યુવકે યુવતીને ન્યુડ ફોટોને આધારે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ અને લાખો રૂપિયા પડાવી લીધા હતા. આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

યુવતીના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ

પોલીસ કસ્ટડીમા જોવા મળતા આરોપીનુ જય નાગોર છે. જે સોસીયલ મિડીયાનો રોમીયો છે. સોસીયલ મિડીયા પર યુવતીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીને તેની સાથે મિત્રતા કેળવીને વિશ્વાસમા લેતો હતો અને યુવતીને પ્રેમભરી વાતો કરીને ન્યુડ ફોટો મેળવીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવતો હતો.

બોપલની યુવતી સાથે પણ આ આરોપીએ ઈન્સ્ટાગ્રામમા ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને મિત્રતા કેળવી, યુવતી તેની વાતોમા આવીને ન્યુડ ફોટો મોકલ્યા અને ત્યાર બાદ આરોપીએ બ્લેકમેઈલ શરૂ કર્યુ. યુવતીના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ઓનલાઈન પૈસા માંગતો હતો. આ પ્રકારે આરોપીએ રોકડ અને સોનુ સહિત રૂપિયા 3.20 લાખ પડાવ્યા હતા. પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપી જય નાગોરની ધરપકડ કરી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડિલિવરી બોય તરીકે કામ કરતા આરોપીએ મોજશોખ પુરા કરવા યુવતીઓને ફસાવવાનું શરૂ કર્યુ

પકડાયેલ આરોપી જય નાગોર ઈસનપુર વિસ્તારનો રહેવાસી છે. 15 દિવસ પહેલા ગુરૂકુલમા પી જી તરીકે રહેવા આવ્યો. ડિલિવરી બોય તરીકે કામ કરતા આરોપીએ મોજશોખ પુરા કરવા માટે યુવતીઓને મિત્રતા અને પ્રેમજાળમા ફસાવવાનુ ષડયંત્ર શરૂ કર્યુ. 5 મે ના રોજ બોપલની યુવતીને સોશિયલ મીડિયા પર રિકવેસ્ટ મોકલી અને એક અઠવાડીયામાં યુવતીના ન્યુડ ફોટો મેળવીને 12 મેથી બ્લેકમેઈલ શરૂ કર્યુ. આ પ્રકારે આનંદનગરની યુવતીને પણ બ્લેકમેઈલ કરીને પૈસા પડાવ્યા હોવાનુ ખુલ્યુ છે. બોપલ પોલીસે આરોપીની 3 દિવસમા રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: પૈસાની લેતીદેતીમાં એક યુવકનું કરાયુ અપહરણ, પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ

સોશિયલ મિડીયા પર યુવતીઓ અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા કેળવીને મુશ્કેલીમા મુકાતી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક રોમીયો ઠગના આ કાંડથી યુવતીઓએ સાવચેત રહેવાની જરૂર છે. હાલમા બોપલ પોલીસે આ આરોપીએ અન્ય કેટલી યુવતી સાથે આ કૃત્ય કર્યુ છે તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article