Ahmedabad: યુવકનું અપહરણ કરનાર પત્નીના પ્રેમીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ, પત્ની સાથે આડા સંબંધ રાખવા બાબતે ફરિયાદ કરતા અદાવત રાખી કર્યો હતો હુમલો

Ahmedabad: પત્ની સાથે આડા સંબંધ રાખનાર પ્રેમી સામે પતિએ સમાજમાં ફરિયાદ કરતા તેની અદાવત રાખી પ્રેમીએ તેના પરિવાર સાથે મળી પ્રેમિકાના પતિનું અપહરણ કરી તેના પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે હુમલો કરનાર પ્રેમીની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

Ahmedabad: યુવકનું અપહરણ કરનાર પત્નીના પ્રેમીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ, પત્ની સાથે આડા સંબંધ રાખવા બાબતે ફરિયાદ કરતા અદાવત રાખી કર્યો હતો હુમલો
| Edited By: | Updated on: Apr 04, 2023 | 7:54 PM

અમદાવાદમાં પ્રેરણા તીર્થ દેરાસર નજીકથી યુવકનું અપહરણ કરીને 5 આરોપીઓએ હુમલો કર્યો હતો. પત્નીના પ્રેમી અને તેના પરિવારે હુમલો કરતા પોલીસે પ્રેમીની રાજેસ્થાનથી કરી ધરપકડ કરી છે. પત્નીને ભગાડીને લઈને જઈને અનૈતિક સંબંધ રાખતા પતિએ સમાજમાં રજુઆત કરતા અદાવત રાખીને પ્રેમીએ પરિવાર સાથે મળીને અપહરણ કરી હુમલો કર્યો હતો. આરોપી પ્રીતેશ લાબનાએ એક યુવકનું પ્રેરણા તીર્થ દેરાસર નજીક અપહરણ કરીને રાજસ્થાનમા લઈ જઈને માર માર્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ મુજબ મૂળ રાજસ્થાનના અનીલ લબાના અમદાવાદમા આનંદનગરમાં રહે છે અને ઓલા ઉબેરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આજથી અઢી વર્ષ પહેલા અનીલ લબાનાની પત્ની વર્ષા તેના પ્રેમી પ્રીતેશ સાથે એક દિકરાને લઈને નાસી ગઈ હતી. આ પ્રેમી આરોપી પ્રિતેશ લબાના હોવાનું જાણવા મળ્યુ. આરોપી પ્રિતેશ કુટુંબમાં માસીના દીકરાનો દીકરો હોવાથી અનીલે પોતાના સમાજમાં પત્ની સાથેના ફોટો વાયરલ કરીને રજૂઆત કરી હતી. જેની અદાવત રાખીને આરોપી પ્રિતેશ લબાના અને તેના પરિવારના સભ્યોએ અનીલનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા અને માર માર્યો.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ હુમલામાં પ્રિતેશનો પિતા શંભુ લબાના પણ સંડોવાયેલો છે. જે રાજસ્થાનનો બુટલેગર હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે. આ બુટલેગરથી ડરીને પરિવાર અમદાવાદ આવી ગયો અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી અનિલ લબાના અને વર્ષાના લગ્ન 2006માં સમાજના રીત-રિવાજથી થયા હતા. તેમના 4 સંતાન છે. રાજસ્થાનના ડુંગરપુરમાં બાંદેલા ગામના વતની અનીલભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા કામ ધંધો કરવા રાજસ્થાનથી અમદાવાદ આવી ગયા. જ્યારે પત્ની વર્ષા અને સંતાનો વતનમાં રહેતા હતા. 2020ના હોળીના પ્રસંગે અનીલભાઈની પત્ની વર્ષા એક બાળકને લઈને પ્રેમી સાથે નાસી ગઈ હતી. અનીલભાઈએ શોધખોળ કરતા પત્નીના વોટસએપ ડીપીમાં પ્રિતેશ અને વર્ષાના ફોટો જોયા. જેથી પ્રિતેશ જ પત્નીનો પ્રેમી હોવાની શંકા ગઈ હતી. પ્રિતેશની પુછપરછ કરતા તેણે આ વાત નકારી દીધી હતી.

આ પણ વાંચો: Ahmedabad: મહાઠગ કિરણ પટેલને ગુજરાત લાવવાનો તખ્તો તૈયાર, આજે સાંજ સુધીમાં બાય રોડ લવાશે અમદાવાદ

અઢી વર્ષથી પત્ની અને એક બાળક ગાયબ હતા. જેથી અનીલભાઈએ સમાજના વડીલોને ફોટા બતાવીને રજૂઆત કરી. જેની જાણ પ્રિતેશ અને તેના પિતા શંભુ લાબાનાને થઈ અને અનીલને સબક શિખવાડવા અમદાવાદથી અપહરણ કરીને ડુંગરપુર લાવીને ઢોર માર માર્યો. આ મામલે આનંદનગર પોલીસે અપહરણ અને મારામારીનો ગુનો નોંધીને પ્રિતેશ લબાનાની ધરપકડ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…