Ahmedabad: વૃદ્ધાશ્રમમાં બંધાયા લગ્નના તોરણો, 205 માતા-પિતા કરશે સલોનીનું કન્યાદાન, જુઓ લાગણીસભર Video

|

Apr 29, 2023 | 10:13 PM

કોરોનાકાળ દરમ્યાન સલોનીના પિતાનું બિમારીને કારણે અવસાન થયું હતું અને તેના બંને કાકા પણ લકવાગ્રસ્ત હોવાથી તેઓ જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવ્યા, પરંતુ દીકરી સલોની ક્યાં રહે ? આથી વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળે અપવાદરૂપ કિસ્સામાં પહેલી વખત દીકરીને પણ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

Ahmedabad: વૃદ્ધાશ્રમમાં બંધાયા લગ્નના તોરણો, 205 માતા-પિતા કરશે સલોનીનું કન્યાદાન, જુઓ લાગણીસભર Video

Follow us on

સામાન્ય રીતે વૃદ્ધાશ્રમનું વાતાવરણ શાંત હોય છે અવસ્થાને આરે આવીને પહોંચેલા વૃદ્ધો અહીં એક જ ઘરેડમાં પોતાનું જીવન વ્યતિત કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. અહીં રહેતા 205 જેટલા વડીલો માતા-પિતા બની પોતાની સાથે રહેતી વ્હાલી દીકરી સલોનીનું કન્યાદાન કરવા માટે હરખઘેલા બન્યા છે.

સંજોગોએ સલોનીને લાવી મૂકી વૃદ્ધાશ્રમમાં

મૂળ ખંભાતની 24 વર્ષની યુવતી સલોની ત્રિવેદીએ નાનપણમાં જ માતા અને ભાઇ-બહેનને ગુમાવી દીધા હતા. આથી પિતાએ તેને સુરતના અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. સલોની મોટી થતાં પિતા તેને ઘરે પરત લાવ્યા હતા. પરંતુ કોરોનાકાળ દરમ્યાન સલોનીના પિતાનું બિમારીને કારણે અવસાન થયું હતું અને તેના બંને કાકા પણ લકવાગ્રસ્ત હોવાથી તેઓ જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવ્યા, પરંતુ દીકરી સલોની ક્યાં રહે ? આથી વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મંડળે અપવાદરૂપ કિસ્સામાં પહેલી વખત દીકરીને પણ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા 155 કેસ નોંધાયા

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વૃદ્ધાશ્રમમાં આવ્યા બાદ સલોનીનું જીવન બદલાયું

વૃદ્ધાશ્રમમાં આવ્યા બાદ સલોનીનું જીવન જ જાણે બદલાઇ ગયું હતું. એક સમયે ગૂમસુમ રહેતી સલોની ધીરે ધીરે બધા સાથે હળીમળી ગઇ અને તેને રસોડાના કામકાજની જવાબદારી પણ સોંપાઇ હતી. જે બાદ તેને ફિઝિયોથેરેપીની ટ્રેનિંગ આપવામાં આવી. આ તાલીમ બાદ તે વડીલોને કસરત પણ કરાવવા લાગી અને  વડીલોના આપ્તજન સમાન બનીને  સલોનીની સેવાચાકરીએ સૌ વડીલોનું દિલ જીતી લીધું હતું.

જોકે   સલોની ઉંમરલાયક થતાં તમામ વડીલોએ ધામધૂમથી તેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને અમદાવાદના જ નિકુંજ પંચાલ નામના યુવક સાથે નક્કી થતા  કાલે સલોની પ્રભુતામાં પગલાં માંડશે.  વૃદ્ધાશ્રમમાં દીકરીના લગ્ન થવા જઇ રહ્યા હોય તેવી કદાચ  ગુજરાતની પ્રથમ ઘટના છે.

 

સૌની લાડકી સલોનીના લગ્નને લઇને આશ્રમના વડીલોના હૈયે હરખની હેલી ઉમટી છે.  લગ્ન માટે તમામ વડીલોએ યથાશક્તિ ફાળો આપ્યો છે. તો દાતાઓની મદદથી પણ લગ્ન માટે ભંડોળ એકત્ર કરાયું છે.  લગ્ન વખતે સલોનીને કરિયાવરમાં ઘરવખરીની તમામ જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પણ આપવામાં આવશે. અહીંના વડીલોએ સલોનીને ક્યારેય માતા-પિતાની કમી મહેસૂસ થવા નથી દીધી. આથી હવે આ તમામ વડીલો, સ્ટાફ અને ટ્રસ્ટીઓ જ સલોનીના માતા-પિતા બની તેનું કન્યાદાન કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article