Ahmedabad: એક કા ટ્રિપલ કરી લોકોને ઠગતા મહાઠગ અશોક જાડેજાના સાગરિતની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, 14 વર્ષથી હતો વોન્ટેડ

|

Sep 03, 2023 | 9:10 PM

Ahmedabad: એક ના ટ્રિપલ કરી આપવાનુ કહી લોકોને ઠગતા મહાઠગ અશોક જાડેજાના સાગરિતની આખરે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો. મહાઠગ અશોક જાડેજા અનેક લોકોને કરોડોનો ચુનો લગાવી ચુક્યો છે. 100 કરોડથી વધુની ઠગાઈ આચરી લોકોનું કરોડોનું કરી નાખ્યુ હતુ. આ મહાઠગને ઠગાઈમાં મદદગારી કરનાર સાગરિત છેલ્લા 14 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. આ મહાઠગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચે 20 હજાર રૂપિયાની ઈનામી રાશિ પણ જાહેર કરી હતી.

Ahmedabad: એક કા ટ્રિપલ કરી લોકોને ઠગતા મહાઠગ અશોક જાડેજાના સાગરિતની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, 14 વર્ષથી હતો વોન્ટેડ

Follow us on

Ahmedabad: એક કા ટ્રિપલ કેસના મહાઠગ આરોપી અશોક જાડેજાના સાગરીતને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડયો છે. મહાઠગ અશોક જાડેજાના એજન્ટ તરીકે ઝડપાયેલ આરોપી છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો. જેને પકડવા ઈનામી જાહેરાત હતી. જેને ઝડપી લેવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. વર્ષ 2009માં મહાઠગ અશોક જાડેજાએ માતાજી પ્રસન્ન થયા હોવાનું કહીને ચોક્કસ સમાજના લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા. જેની તપાસ સરખેજ પોલીસ બાદ CID ક્રાઇમને સોંપવામાં આવી હતી. જો કે હજુ પણ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ નાસતા ફરતા હોવાને લઈને તેમના માથે રોકડ રકમનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આવો જ એક આરોપી હતો. ખેતારામ સાંસી જેં છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો. આ આરોપીની માહિતી આપનારને CID ક્રાઇમે 20 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. જેની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે રાજસ્થાનના બાડમેરમાંથી ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીએ વર્ષ 2009માં આરોપી અશોક જાડેજાના એજન્ટ તરીકે કામગીરી કરીને રૂપિયા ઉઘરાવ્યા હતા.

મહાઠગ અશોક જાડેજાએ 100 કરોડની રોકડ, 2 કરોડનું સોનુ અને 2 કરોડની ચાંદી પડાવી

એક કા ટ્રિપલ કેસમાં અનેક રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. જેને લઇને CID ક્રાઇમ મહાઠગ અશોક જાડેજા પાસેથી જે તે સમયે 100 કરોડ રૂપિયાની રોકડ રકમ, 2 કરોડ રૂપિયાની કિંમતનું સોનું, 2 કરોડ રૂપિયાની ચાંદી, 50 થી વધુ ફોર વ્હીલ તેમજ 60 ટુ વ્હીલર કબ્જે લીધા હતા. ઝડપાયેલ આરોપી છેલ્લા 14 વર્ષથી રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ ખેતરમાં મજૂરી તેમજ ભંગાર ભેગો કરી વેચવાનું કામ કરતો હતો. ખેતારામ જેવા કુલ 34 એજન્ટોને પગાર પર રાખીને અશોક જાડેજાએ કૌભાંડમાં સંડોવ્યા હતા. આરોપી ખેતારામનો મુખ્ય રોલ અશોક જાડેજા પાસે આવતા લોકોને લાઈનમાં ઊભા રાખી સ્કીમ સમજાવવાની તેમજ રોકાણ કરાવવાની હતી.

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં ટીપી 49, 50 અને 51ની જૂની સોસાયટીનો કબજો ખાલી કરવા નોટિસ, સ્થાનિકોમાં ફફડાટ

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

ક્રાઇમબ્રાન્ચે ઝડપેલા આરોપીને CID ક્રાઇમને સોંપવામાં આવ્યો છે.આરોપી છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો હતો તેને ભાગવામાં કોઈની મદદગારી હતી કે કેમ તેમજ ગુના બાબતની વધુ તપાસ આરોપીના રિમાન્ડ મેળવી CID ક્રાઇમ હાથ ધરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article