Ahmedabad: અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક માટે શહેરમાં પેઇન્ટિંગથી માંડીને રોશનીનો થશે ઝળહળાટ

|

Feb 04, 2023 | 2:52 PM

ડેલિગેટ્સ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. 9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા દિવસે સંબોધન કરશે.

Ahmedabad: અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક માટે શહેરમાં પેઇન્ટિંગથી માંડીને રોશનીનો થશે ઝળહળાટ
21 ફેબ્રુઆરીએ 26 નગરપાલિકાઓમાં મેરેથોનનું આયોજન
Image Credit source: File Image

Follow us on

અમદાવાદમાં આગામી 9-10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અર્બન-20 સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોની દિવાલો પર ગુજરાતની સંસ્કૃતિની ઝલક આપતા ચિત્રોથી સજાવવામાં આવી રહી છે. વિવિધ સ્થળે અમદાવાદના ઈતિહાસ અને વિશેષતાઓ દર્શાવતા વોલ પેઇન્ટિંગ પણ કરવામાં આવશે. સાથે જ વિવિધ સ્થળે રોશની પણ કરવામાં આવી રહી છે.

અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠકમાં સામેલ થનારા દેશ-વિદેશના ડેલિગેટ્સ 8મી ફેબ્રુઆરીએ શહેરમાં આવી પહોંચશે. બે દિવસની બેઠકમાં 6 વિવિધ પ્રાથમિકતાઓ પર ચર્ચા વિચારણા ઉપરાંત ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ, અટલ બ્રીજ, અડાલજની વાવ, કાંકરિયા લેક તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. કાંકરિયા ખાતે અર્બન-20ના મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.

સાથે જ ડેલિગેટ્સ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. 9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા દિવસે સંબોધન કરશે.

Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ

9-10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક

અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરીના રોજ અર્બન-20 શેરપા ઇન્સેપ્શન બેઠક યોજાશે. એ પછી જુલાઇમાં મેયર્સ સમિટ યોજાશે જેમાં જી-20 દેશોના વિવિધ શહેરના મેયર ભાગ લેશે. અમદાવાદમાં યોજાનાર બેઠકનો હેતુ ‘ઇન્ટેન્શન ટૂ એક્શન’ છે. એટલે કે અગાઉની 5 સમિટમાં જે ઈચ્છાઓ, આકાંક્ષાઓ નક્કી થઈ હતી એના પર અમદાવાદમાં નક્કર પગલાં ભરવામાં આવશે. આ અર્બન-20 બેઠકની મુખ્ય 6 પ્રાથમિકતા રહેશે.

અમદાવાદમાં 29 અને 30 મેના રોજ અર્બન-20 સમિટ મળશે. બાદમાં કેવડિયામાં 19 જૂનથી 21 જૂન દરમિયાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક મળશે. બાકીની 6 બેઠક ગાંધીનગરમાં યોજાશે, જેમાં ફાયનાન્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝની ત્રીજી બેઠક (21થી 23 જૂન), ફાયનાન્સ મિનિસ્ટર્સ એન્ડ સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની ત્રીજી બેઠક (24 અને 25 જુલાઇ), હેલ્થ વર્કિંગ ગ્રુપ બેઠક (2-3 ઓગસ્ટ), મિનિસ્ટેરિયલ હેલ્થ વર્કિંગ ગ્રુપ (4 ઓગસ્ટ), વુમન એમ્પાવરમેન્ટ અંગેની મિનિસ્ટેરિયલ બેઠક (9-10 ઓગસ્ટ) તથા ઇન્ટરનેશનલ ફાયનાન્સ આર્કીટેક્ચર વર્કિંગ ગ્રુપની ચોથી બેઠક (29 અને 30 સપ્ટેમ્બર) સામેલ છે.

Next Article