અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. એસટી બસ સ્ટેન્ડ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ છે. તો અસામાજિત તત્વોના આતંક સામે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ગીતા મંદિરમાં અસામાજિક તત્વો મુસાફરોને હેરાન કરે છે ઉપરાંત ત્યાંના વેપારીઓ પાસે દરરોજ હપ્તા માંગી મફતમાં માલ સમાન પણ લઈ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા આવા તત્વોએ એસટીના સ્ટાફ પર અને વેપારી પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો અને સીસીટીવી પણ સામે આવ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ મુજબ બે દિવસ પહેલા બે દિવસ પહેલા ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભાવેશ ઉર્ફે મંગા નામના વ્યક્તિએ આતંક માચવ્યો હતો જેમાં વેપારીને બસ સ્ટેન્ડનાં સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે એસટી વિભાગ કે વેપારી તરફથી કોઈ પોલીસ ફરિયાદ નહિ થાય આવા તત્વો ઉપર પોલીસ કાર્યવાહી થઈ નથી. બસ સ્ટન્ડમા થયેલા હુમલાના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસને હુમલાની જાણ થઈ હતી ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી.
બસ સ્ટેન્ડમાં આતંક મચાવનાર ભાવેશ ઉર્ફે મંગો અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ભાવેશ પર અત્યાર સુધી 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને 2 વખત પાસાની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જોકે અવાર નવાર ભાવેશ ઉર્ફે મંગા દ્વારા વેપારીઓ પાસે ખંડણી માંગી તેને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. સમગ્ર મામલે વેપારીઓએ અનેક વખત પોલીસને પણ રજુવતો કરી છે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં નહિ ભરતાં હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad : ATS દ્વારા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં લવાયો, જુઓ Video
અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં અનેક મોટી ઘટનાઓ સામે આવી છે જેમાં પોલીસ જાણેકે નિષ્ક્રિય બની ચૂકી હોય તેમ આરોપીઓને પકડી શકતી નથી. એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વો અનેક વખત આતંક મચાવે છે પણ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ત્યારે રવિવારે પણ હુમલાની ઘટનામાં આજે બે દિવસ બાદ ફરિયાદ નોંધાઈ રહી છે. જોકે બે દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ પણ નહિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કાગડાપીઠ પોલીસ આ અસામાજિક તત્વ ભાવેશ ઉર્ફે મંગા ને ક્યારે પકડે છે તે જોવું રહ્યું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:30 pm, Wed, 10 May 23