Ahmedabad : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક શિક્ષકના(Teacher)આપઘાતની(Suicide) ઘટના સામે આવી છે..જોકે આ ઘટનામાં મૃતક શિક્ષકના પરિવારજનોમાં નિવેદનોમા વિરોધાભાસી જોવા મળ્યાઉપરાંત આપઘાત બાદ 3 વ્યક્તિ પર આક્ષેપ કરતી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે બાબતે પણ પોલીસને શંકા છે. જોકે હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 27 વર્ષના સુબ્રતોપાલ નામના યુવકે ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો.આપઘાત કરનાર યુવક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતોઆપઘાતને લઈને પરિવારજનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
પોલીસે સ્યુસાઇડ નોટોના આધારે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા,અમનસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શિક્ષકના મોટાભાઇ સુભનાકર પાલે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે પાંચ લાખ જેટલી રકમ 2 લોકો પાસે લીધી હતી.
જેમાં જે ફાયદો થાય તેની 50 ટકા હિસ્સેદારી ત્રણ લોકોને આપવાનું નક્કી થયું હતું .જો કે ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતા મૃતકનો ભાઈ રકમ પરત આપી શક્યો ન હતો. જેથી આરોપીઓ દ્વારા દબાણ કરીને પૈસાની ઉઘરાણી કરતા કંટાળીને શિક્ષકે આપઘાત કર્યો.મહત્વનું છે કે આપઘાત કરનાર શિક્ષક ને પૈસાની લેવડદેવડ બાબતે કોઈપણ લેવાદેવા હતી નહિ. કેમ કે પૈસાની લેવડદેવડ તેના મોટા ભાઈ સુભાનકર પાલએ કરી હતી.
જોકે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા નામના વ્યક્તિ જ્યારે મૃતકના ભાઈ પૈસાની માંગણી કરતા જેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જેમાં પૈસા વ્યાજે લીધા હોય તેનો કોઈ ઉલ્લેખ હતો નહી. વ્યાજખોરના ઉઘરાણી કારણે મૃતકના ભાઈ સુભાનકરે પણ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ પોલીસે કોઈ કડક કાર્યવાહી નહિ કરી હતી આરોપીઓ 5 લાખના બદલામાં 14 લાખની ઉઘરાણી કરતા હોવાના આક્ષેપો પરિવાર કરી રહ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળે મળી આવેલી સુસાઇડ નોટને લઈને પણ પોલીસને શંકા છે કે કોઈ શિક્ષકના અક્ષર આવા કેમ હોઈ શકે. જેથી સુસાઇડ નોટ ને FSL માં તપાસ માટે મોકલવામાં આવી છે..
પૈસાની લેતીદેતી મામલે એક નિર્દોષનું મોત નીપજ્યું છે. જેમાં આરોપીઓ ઘર પચાવવા હુમલો કરતા હોવાના આરોપ પરિવારે લગાવ્યા હતા ત્યારે આ આપઘાત કેસમાં 3 વ્યક્તિ વિરુદ્ધ દૂષપ્રેરણાનો ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો