Ahmedabad: એકલતાનો લાભ લઈ NRI મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે નોંધાઈ ફરિયાદ

|

Apr 15, 2023 | 6:29 PM

Ahmedabad: બોડકદેવ પોલીસ સ્ટેશનમાં NRI મહિલાએ અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાને ધંધામાં રોકાણ કરવાના બહાને મિત્ર બનાવી દુષ્કર્મ બનાવી ધમકી આપી હોવાની ફરિયાદ સામે આવી છે.

Ahmedabad: એકલતાનો લાભ લઈ NRI મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે નોંધાઈ ફરિયાદ

Follow us on

અમદાવાદમાં અંશ સુપર માર્કેટ મોલના માલિક સામે NRI મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાની એકલતાનો લાભ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. NRI મહિલાને ધંધામાં રોકાણ કરવાના બહાને અંશ સુપર માર્કેટ મોલનો માલિક જયેશ પહેલા મિત્ર બન્યો અને ત્યારબાદ તેની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે સુપર માર્કેટના માલિક જયેશ શુક્લાની ધરપકડ કરી છે.

આરોપી જયેશ શુકલા થલતેજમાં આવેલા અંશ સુપર માર્કેટ મોલના માલિક છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં NRI મહિલાએ મોલના માલિક જયેશ શુકલા વિરૂદ્વ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 2021માં થયેલી ઘટનાની મહિલાએ અનેક પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા.

અનેક અરજીઓ કર્યા બાદ લાંબા સમય બાદ ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં મહિલાએ જયેશ શુક્લા ધમકી પણ આપતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ મહિલાએ ન્યાય માટેની માગ કરી છે. ત્યારે જયેશ શુક્લા વિરૂદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. NRI મહિલા 1987માં અમેરિકા ગયા હતા. જે બાદ તેઓ 2011માં પતિ સાથે ભારતમાં પરત ફર્યા હતા.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

જે બાદ તેઓ જયેશ શુક્લા સાથે 2019-20માં ધંધામાં રોકાણ કરવાનાં બહાને પરિચયમાં આવ્યા હતા. ત્યારે મહિલા પતિ સાથે મનદુઃખનાં કારણે એકલવાયું જીવન જીવતી હતી. આરોપીએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ઠગાઈ તો કરી અને ઘરમાં ડોક્યુમેન્ટના બહાને આવીને દુષ્કર્મ આચર્યું હતું. જયેશ શુક્લા અંશ સુપર માર્કેટ અને અન્ય કંપનીમાં રોકાણ કરવાના બહાને NRI મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો અને તેની નજર બગડતા આરોપી તેના ઘરે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad : હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે ? એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આજે જાહેર કરાશે, AMCની ફાઈલ CM કાર્યાલય પહોંચી

આ મહિલા ઘરે એકલા હતા ત્યારે ડોક્યુમેન્ટની માંગણી કરી. મહિલા રૂમમાં ડોક્યુમેન્ટ લેવા ગયા ત્યારે આરોપી રૂમમાં ઘૂસીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવથી ગભરાયેલી મહિલાએ અનેક ધક્કા ખાધા બાદ અંતે પોલીસે ફરિયાદ નોધી હોવાનુ તે જણાવે છે. દુષ્કર્મ કેસમાં બોડકદેવ પોલીસે આરોપીની ધરપકડ કરીને મહિલાનું મેડિકલ તપાસ કરાવ્યું. આ આરોપીએ અન્ય કોઈ ગુનો આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article