Ahmedabad: SVPI એરપોર્ટને ફરી એકવાર ISO પ્રમાણપત્રનું મળ્યું સન્માન

|

Nov 24, 2022 | 8:05 PM

ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ (QMS) દ્વારા SVPI એરપોર્ટ ગ્રાહકોને સંતોષ, કામકાજમાં સુધારો તેમજ નિયમ પ્રમાણે સુવિધા સાથે ગ્રાહકોને મળતી સગવડ વધારવાનો છે. ત્યારે આ ISO પ્રમાણપત્ર SVPI એરપોર્ટને સ્ટેકહોલ્ડર્સ, મુસાફરો અને શહેર તરફથી મળી રહેલી પ્રસંશામાં અભિવૃદ્ધ કરે છે. 

Ahmedabad: SVPI એરપોર્ટને ફરી એકવાર ISO પ્રમાણપત્રનું મળ્યું સન્માન
sardar vallabhbhai patel international airport

Follow us on

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી એકવાર ISO સર્ટિફિકેટ મળ્યું છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ, એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ માટે ISO પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. નિયમાનુસાર શિસ્તબદ્ધ ઓડિટ, સુચાલન અને તપાસના આધારે પ્રમાણપત્રો રિન્યુ કરવામાં આવ્યા છે. SVPI એરપોર્ટ પરના તમામ વિભાગોનું ISO ધોરણો મુજબ તટસ્થ ઓડિટ કરવામાં આવ્યું હતું. ઈચ્છિત ધોરણોની ખાતરીપૂર્વક તપાસ માટે આંતરિક ઓડિટ પણ હાથ ધરવામાં આવ્યું હતું. નિયમબદ્ધ ચુસ્ત પ્રક્રિયાઓના આધારે ગુણવત્તા વ્યસ્થાપન સિસ્ટમ્સ, પર્યાવરણ વ્યવસ્થાપન સિસ્ટમ્સ અને વ્યવસાય આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન સિસ્ટમ્સ એમ ત્રણેય ISO ધોરણો માટે પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા છે.

ઓક્યુપેશન હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ (OHS) દ્વારા SVPI એરપોર્ટનો ઉદ્દેશ સલામત અને વ્યવસ્થિત કાર્યસ્થળો સાથે સંભવિત જોખમોને દૂર કરવાનો છે. એરપોર્ટ અસરકારક અને આગોતરી સુરક્ષા માટે પગલાં લઈને વ્યવસાયિક આરોગ્ય અને સલામતી જોખમોને ઘટાડવાની ખાતરી પણ આપે છે. એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) દ્વારા SVPI એરપોર્ટનો ઉદ્દેશ પર્યાવરણની સુરક્ષા અને બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓને અસરકારક રીતે નાથવાનો છે. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ (QMS) દ્વારા SVPI એરપોર્ટ ગ્રાહકોને સંતોષ, કામકાજમાં સુધારો તેમજ નિયમ પ્રમાણે સુવિધા સાથે ગ્રાહકોને મળતી સગવડ વધારવાનો છે. ત્યારે આ ISO પ્રમાણપત્ર SVPI એરપોર્ટને સ્ટેકહોલ્ડર્સ, મુસાફરો અને શહેર તરફથી મળી રહેલી પ્રસંશામાં અભિવૃદ્ધ કરે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત 4 એરપોર્ટને એક્રેડીશન એનાયત

એપ્રિલ માસમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ સહિત 4 એરપોર્ટને એક્રીડીશન એનાયત કરવામાં આવ્યા હતા. આરામની સાથે સર્વોચ્ચ સલામતી અને સેવા મળી રહે તે માટે રન વેનું કામ પણ નિર્ધારીત કરતાં 45 દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું હતું. દરરોજ 9 કલાક કામ કરી 75 દિવસમાં જ સંપૂર્ણ રન વે ઓવરલે પૂર્ણ કરતાં SVPI એરપોર્ટે રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. મુસાફરોના અનુભવ સુધારવાના સતત પ્રયાસોના આધારે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI)ના ડાયરેક્ટર જનરલે રોલ ઓફ એક્સેલન્સ 2021 માં સામેલ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે અમદાવાદના ગૌરવ સમા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત 4 એરપોર્ટને એક્રેડીશન એનાયત કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગ્રાહકોની સેવામાં સતત ઉત્કૃષ્ટતા પ્રદાન કરી પાછલા પાંચ વર્ષોમાં અનેકવિધ ASQ એવોર્ડ્સ જીત્યા છે. SVPI એરપોર્ટ 2021માં વિશ્વભરમાં સન્માન મેળવનારા ચાર એરપોર્ટસ પૈકીનું એક હતું. સિટી એરપોર્ટે મુસાફરોને વધુ સારી સેવાઓ આપવા માટેની તકો ઝડપી રહી છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ પર સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ખાસ એપ્લિકેશન – આધારિત ટેક્સી પાર્કિંગ/પ્રીપેડ ટેક્સી પાર્કિંગ અને ઓટો રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે.

Next Article