અમદાવાદ: પતિના શંકાશીલ સ્વભાવે લીધો પત્નીનો જીવ, ચારિત્ર્યની શંકા રાખી પત્નીને ઉતારી મોતને ઘાટ

|

Nov 03, 2023 | 7:50 PM

અમદાવાદ: પતિના શંકાશીલ સ્વભાવે વધુ એક પત્નીનો ભોગ લીધો છે. પતિના શક્કી સ્વભાવના કારણે વધુ એક પત્નીએ જીવ ગુમાવ્યો છે. પતિના શંકાશીલ સ્વભાવના કારણે એક જ વર્ષના દામ્પત્યનો કરૂણ અંજામ આવ્યો છે અને પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ હાલ જેલના સળિયા ગણી રહ્યો છે.

અમદાવાદ: પતિના શંકાશીલ સ્વભાવે લીધો પત્નીનો જીવ, ચારિત્ર્યની શંકા રાખી પત્નીને ઉતારી મોતને ઘાટ

Follow us on

અમદાવાદના અસલાલી રીંગરોડ પર ગુરુનાનક ક્રેન સર્વિસનાં ગોડાઉન નજીક થોડા દિવસ અગાઉ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા આ યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને જેમાં તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જો કે આ યુવતી કોણ છે તેને લઈને પોલીસે આસપાસના વિસ્તારો તેમજ પોલીસ મથકોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નારોલ પોલીસ ગુમ થયાની અરજી મુજબ આ યુવતી 22 વર્ષીય પ્રીયા દેસાઈ છે.

પતિના શંકાશીલ સ્વભાવને કારણે બંને વચ્ચે સતત તકરાર થતી રહેતી

પ્રિયા દેસાઈની તપાસ કરતા સામે આવ્યું કે તેના લગ્ન એક વર્ષ પહેલા જીગ્નેશ ગોસ્વામી સાથે થયા હતા જો કે જીગ્નેશ અને પ્રિયા વચ્ચે સતત અણબનાવ ચાલતો હતો. જીગ્નેશના શંકાશીલ સ્વભાવને કારણે બંને વચ્ચે તકરાર થતી હતી જેને કારણે છેલ્લા છ મહિનાથી પ્રીયા તેના પિતાના ઘરે રહેતી હતી. જોકે થોડા દિવસ પહેલા પ્રિયા હોસ્પિટલથી ઘરે નહીં આવતા પિતા દ્વારા નારોલ પોલીસ મથકમાં ગુમ થયાની નોંધ પણ કરાવવામાં આવી હતી.

પતિ જીજ્ઞેશે પ્રિયાની હત્યા કરી મૃતદેહ અવાવરુ જગ્યાએ ફેંકી દીધો

સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું કે 30 ઓક્ટોબરના રોજ પ્રીયા દેસાઈ સાઈ હોસ્પિટલથી રાત્રે તેના ઘરે જવા માટે નીકળી હતી ત્યારે તેના પતિ જીગ્નેશ ગોસ્વામી અને તેનો મિત્ર યોગેશ બંગાળી રીક્ષા લઈને ત્યાં આવ્યા હતા અને પ્રીયાને રિક્ષામાં બેસાડી સનાથલ રિંગ રોડ પર લઈ ગયા હતા. રસ્તામાં જીગ્નેશ અને પ્રિયા વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો વધુ ઉગ્ર બનતા જીગ્નેશે પ્રીયાને ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેને અવાવરું જગ્યાએ ફેંકી તેના શરીર પર છરીના ઘા માર્યા હતા. જોકે પ્રીયા હોસ્પિટલથી નીકળતી હતી, ત્યારના CCTV પોલીસે તપાસ્યા હતા જેના આધારે જ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

શંકાશીલ સ્વભાવના કારણે એક વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંજામ

પોલીસ દ્વારા મૃતક પ્રીયાના પતિની પૂછપરછ કરતા સામે આવ્યું કે પ્રીયા અને જીગ્નેશના પ્રેમ લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. જોકે લગ્ન પહેલા પ્રીયાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધો હતા. મૃતક પ્રીયાના પતિને શંકા હતી કે હજી પણ અન્ય કોઈ યુવક સાથે પ્રીયાના પ્રેમ સંબંધો છે અને આ જ શંકાને આધારે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા જેને કારણે જીગ્નેશ દ્વારા એક દિવસ પ્રીયાને માર મારવામાં આવ્યો હતો અને પ્રીયા પોતાના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: નશાકારક દવાઓનુ વેચાણ કરતી મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરતી SOG, 30 હજારથી વધુ દવાઓનો જથ્થો જપ્ત

હાલ તો પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ જીગ્નેશ ગોસ્વામી અને તેના એક મિત્રની ધરપકડ કરી રીક્ષા પણ કબજે કરી લેવામાં આવી છે પરંતુ હકીકત એ છે કે શંકાશીલ માનસિકતાને કારણે વધુ એક ઘર સંસાર પડી ભાંગ્યો છે અને પતિ દ્વારા જ પત્નીની હત્યા કરી નાખવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article