Ahmedabad: પત્ની ગુમ થતા પતિએ શંકા રાખી યુવકનું અપહરણ કર્યુ, પોલીસે દાહોદથી અપહ્યતનો કરાવ્યો છુટકારો, પત્ની હજુ ગુમ

|

Jul 24, 2023 | 7:40 PM

Ahmedabad: અમદાવાદમાં એક શંકાશીલ પતિએ પત્ની પર શંકા રાખી એક યુવકનું અપહરણ કર્યુ હતુ. જેમાં પત્ની ગુમ હોવાથી પોલીસ તેની તપાસ કરી રહી હતી. જેમાં દાહોદથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી. પોલીસે અપહ્યત યુવકનો તો છુટકારો કરાવ્યો પરંતુ ગુમ પત્નીનો હજુ સુધી કોઈ અતોપતો મળ્યો નથી.

Ahmedabad: પત્ની ગુમ થતા પતિએ શંકા રાખી યુવકનું અપહરણ કર્યુ, પોલીસે દાહોદથી અપહ્યતનો કરાવ્યો છુટકારો, પત્ની હજુ ગુમ

Follow us on

Ahmedabad: અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિના શંકાશીલ સ્વભાવને કારણે એક યુવકનું અપહરણ કરી નાખ્યું. જોકે યુવકના અપહરણથી પત્નીનો કોઈ પતો લાગ્યો નહીં અને આખરે પતિએ જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો. અમદાવાદમાં થોડા દિવસો પહેલા એક પરણિત મહિલા ગુમ થયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. જોકે પોલીસે દાહોદથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. એક પરણિત મહિલા ગુમ થઈ અને તેના પતિ અને મિત્રોએ અન્ય એક યુવકનું અપહરણ કરી નાખ્યું. જોકે પોલીસે આ યુવકને સહી સલામત છોડાવી લીધો પણ હજી સુધી મહિલાનો કોઈ અતોપતો નથી મળ્યો.

પત્ની 26 ફેબ્રુઆરીએ ઘર છોડી ભાગી ગઈ, પતિએ શંકા રાખી ભરત ઝાલાનું 21 જુલાઈએ અપહરણ કર્યુ

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર નરોડા વિસ્તારમાં મિથુન ગણાવા નામના શંકાશીલ શખ્સની પત્ની 26 ફેબ્રુઆરીના રોજ ઘર છોડી ભાગી ગઈ હતી. પત્નીની શોધખોળ કરતા તે મળી આવી ન હતી. મહિલાના પતિ મિથુનને ભરત ઝાલા નામના વ્યક્તિ પર શંકા હતી. આથી આ શંકાશીલ પતિએ તેના મિત્રો સાથે મળી 21 જુલાઈના ભરત ઝાલાનું નરોડા વિસ્તારમાંથી અપહરણ કર્યુ હતું.

નરોડાથી અપહરણ કરી યુવકને દાહોદ લઈ જવાયો

અપહરણ કરી ભરત ઝાલાને દાહોદ તરફ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ભરત ઝાલાનો છુટકારો કરાવી મહિલાના પતિ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. અપહરણને અંજામ આપવામાં મહિલાનો પતિ મિથુન ગણાવા, તેનો ભાઈ કાજુ ગણાવા અને તેનો મિત્ર માજુભાઈ કટારાની પોલીસે ધરપકડ કરી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

પોલીસે દાહોદથી અપહ્યત યુવકનો કરાવ્યો છુટકારો, જો કે ગુમ પત્નીનો ન મળ્યો કોઈ અત્તોપતો

પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે મિથુનની પત્ની વર્ષા અને ભરત ઝાલા નર્સરીમાં સાથે કામ કરતા હતા. જોકે નવરાત્રી દરમિયાન વર્ષા અને ભરત બંને બે દિવસ એકસાથે ઘર છોડી ભાગી ગયા હતા. જેથી આ વખતે પણ વર્ષા ભરત સાથે ભાગી ગઈ હોવાની શંકા વર્ષાના પતિને હતી. જે શંકાને આધારે જ ભરતનું નરોડાથી રિક્ષામાં અપહરણ કરી એસટી ગીતામંદિર લઈ જવાયો ત્યાંથી બસમાં ડાકોર, ગરબાળા લઈ જવામાં આવ્યો હતો. જોકે પોલીસને ભરત ઝાલાના મોબાઇલના લોકેશનના આધારે સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી છોડાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: ધોળકાની સીમમાંથી મળેલી મહિલાની લાશનો ઉકેલાયો ભેદ, વ્યસની પત્નીની પતિએ જ કરી હતી હત્યા

મહત્વનું છે કે પોલીસે અપહરણના ગુનામાં બે ભાઈઓ અને મિત્રની ધરપકડ કરી છે, પરંતુ આરોપી મિથુનને તેની પત્નીની કોઈ ભાળ મળી નથી. જેથી પોલીસે હવે આરોપી પત્નીની શોધખોળ માટે પ્રયાસો શરૂ કર્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Mon, 24 July 23

Next Article