Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી, ટ્રાફિક પોલીસે 6 મહિનામાં રુ. 80 લાખથી વધુ દંડ વસુલ્યો

|

Jul 13, 2022 | 4:05 PM

ટ્રાફિક વિભાગ (Traffic Department) દ્વારા હાઇવે પર વાહન ચાલકો ઇ મેમો ઈશ્યુ કરવામાં આવી રહ્યો છે. જેમાં ફોર વ્હીલર વાહન મહત્તમ સ્પીડ લિમિટ 70 નક્કી કરાઈ છે અને ટુ વ્હીલરની 60 સ્પીડ નક્કી કરાઇ છે.

Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી, ટ્રાફિક પોલીસે 6 મહિનામાં રુ. 80 લાખથી વધુ દંડ વસુલ્યો
ટ્રાફિકના નિયમ તોડાનારાઓ પાસેથી 80 લાખથી વધુ રુપિયાનો દંડ વસુલાયો

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. જો કે અકસ્માતોની ઘટનાને રોકવા માટે કેટલાક ટ્રાફિકના નિયમો ( Traffic Rules) બનાવાયેલા છે. તેમ છતા કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે. ત્યારે પોલીસ પણ આ લોકો સામે એક્શન લે છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે (Traffic police) છ મહિનામાં ઇન્ટરસેપ્ટર વ્હિકલના ઉપયોગથી 25 હજાર વાહન ચાલક સામે ઓવરસ્પીડિંગનો કેસ કર્યા છે. જેમાં 70થી વધુ સ્પીડે જતા વાહનો સામે ઇ મેમો જનરેટ કરવામાં આવે છે. અત્યાર સુધી છ મહિનામાં ટ્રાફિક પોલીસે 80 લાખથી વધુ દંડ ફટકારી વસુલ કરવામાં આવ્યો છે.

વાહનચાલકોને ફટકારાયો દંડ

અમદાવાદ શહેરમાં અકસ્માતના કેસને અટકાવવા ટ્રાફિક વિભાગ દ્વારા ઓવરસ્પીડિંગ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા છ મહિનામાં 24,976 વાહન ચાલક સામે ઓવરસ્પીડિંગના કેસ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક પોલીસે એસપી રિંગરોડ,એસજી હાઇવે,વૈષ્ણવદેવી સર્કલ,યુનિવર્સિટી રોડ,બોપલ સહિતના વિસ્તારોમાં સ્પીડગન ધરાવતા ઇન્ટરસેપ્ટર વ્હિકલના ઉપયોગથી વાહન ચાલકોને ઇમેમો મારફતે 80 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે 80 લાખ રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવી દીધો છે.

80થી વધુની સ્પીડ પર થશે કેસ

ટ્રાફિક વિભાગ દ્વારા હાઇવે પર વાહન ચાલકો ઇ મેમો ઈશ્યુ કરવામાં આવી રહ્યો છે..જેમાં ફોર વ્હીલર વાહન મહત્તમ સ્પીડ લિમિટ 70 નક્કી કરાઈ છે અને ટુ વ્હીલરની 60 સ્પીડ નક્કી કરે છે.. જો ઇન્ટરસેપ્ટર વાનમાં 70-75 કે તેથી વધુ સ્પીડ જતાં વાહનોને જ મેમો ઈશ્યુ કરવામાં આવે છે..ત્યારે ટ્રાફિક વિભાગના પીઆઇ ગોવિંદ ભરવાડ કહેવું છે કે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા વાહન પસાર થાય ત્યારે હવાના દબાણના આધારે તેની સ્પીડ નક્કી કરીને મેમો ઈશ્યુ કરવામાં આવે છે. પરતું ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડા કહેવું છે કે આગમી દિવસમાં હાઇવે પર આવતા વાહનો 80થી વધુની સ્પીડને ઓવરસ્પીડિંગ કેસ કરવામાં આવશે જેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચાર રસ્તા પરના કેમેરાથી ઇ મેમો

નોંધનીય છે કે શહેરના 139 ચાર રસ્તા પર લગાવેલા હાઈટેક કેમેરાથી આવનાર સમયમાં ઓવરસ્પીડ મેમો ઈશ્યુ કરવામાં આવશે જેના માટે સોફ્ટવેર અપડેટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે..ત્યારે અસંખ્ય ઇ મેમો વાહન ચાલકો ફટકારવામાં આવ્યા જેની કરોડો રૂપિયાના ઇ મેમો ઈશ્યુ થયા છતાં અમદાવાદીઓ સુધરવાના બદલે ટ્રાફિકના નિયમો પાળવામાં બેદરકાર જોવા મળી રહ્યા છે..

Next Article