Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીએ 359 કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી આપી

|

Sep 08, 2022 | 6:43 PM

અમદાવાદ કોર્પોરેશનની(AMC)  મળેલી સ્ટેન્ડિંગ કમિટીની(Standing Committee)  બેઠકમાં શહેરી વિકાસના 359 કરોડથી(Developement Work)  વધુના કામોને મંજૂરી આપી છે

Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીએ 359 કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી આપી
Ahmedabad Corporation Office
Image Credit source: File Image

Follow us on

અમદાવાદ કોર્પોરેશનની(AMC)  મળેલી સ્ટેન્ડિંગ કમિટીની(Standing Committee)  બેઠકમાં શહેરી વિકાસના 359 કરોડથી(Developement Work)  વધુના કામોને મંજૂરી આપી છે. જેમાં મેયર  કિરીટ પરમાર, ડે. મેયર શ્ ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા  ભાસ્કર ભટ્ટ તથા દંડક  અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પબ્લિસિટી, સેન્ટ્રલ વર્કશોપ તેમજ રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ, હોસ્પિટલ, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજૂરી આપી છે. રીક્રીએશનલ, કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી મારફતે રજૂ થયેલ અમદાવાદ શહેરનાં જુદા જુદા રસ્તાઓના ગાર્ડન /ઓક્સિજન પાર્ક, ટ્રાફિક સર્કલ/ આઇલેન્ડ, સેન્ટ્રલ વર્જ તેમજ ગ્રીન પેચ પીપીપી મોડલ પર સ્વખર્ચે ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ માટે જુદી જુદી સંસ્થાઓને ચોક્કસ સમય માટે ફાળવવાના કામને મંજુરી આપવામાં આવી.

36માં નેશનલ ગેમ્સના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતેથી શુભારંભ કાર્યક્રમ માટે કામગીરી

પબ્લિસિટી ખાતા દ્વારા રજૂ થયેલ ગુજરાતમાં આયોજીત 36માં નેશનલ ગેમ્સના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતેથી શુભારંભ કાર્યક્રમના  આયોજન અન્વયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિસિટી વિભાગ તથા અન્ય વિવિધ વિભાગ દ્વારા કરવાની થતી વિવિધ કામગીરી તેમજ 36મા નેશનલ ગેમ્સના પુરોગામી કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આયોજીત સ્પોર્ટસ કાર્નિવલના કાર્યક્રમ અન્વયે શહેરીજનોમાં વિશિષ્ટ પ્રકારનું એમ્બીયન્સ પેદા થાય તે હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાણી-પીણીના સ્ટોલ, મેસ્કોટ સેલ્ફી પોઇન્ટ, રમત-ગમતને લગતી પ્રવૃતિઓ તેમજ કાર્યક્રમને લગતી અન્ય આનુષાંગિક કામગીરી કરવા તથા જરૂરી તમામ ખર્ચ કરવાના કામને મંજુરી આપવામાં આવી.

અ.મ્યુ. કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ ખાતા દ્વારા રજૂ થયેલ કામો પૈકી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે ૩ નંગ ઇમરજન્સી રેસક્યુ ટેન્ડર 18 MT GVW કેપેસીટીની બીએસ ૬ ચેસીસ સહિત, ૬ નંગ એમ્બ્યુલન્સ વાન, તેમજ ૩ નંગ ડેડબોડી વાન બીએસ ૬ ચેસીસ સહિત ખરીદ કરવા માટે કુલ રૂા. ૯૩૩ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

હોસ્પિટલ કમિટી દ્વારા રજૂ થયેલ કામ પૈકી શેઠ લ.ગો.જનરલ હોસ્પીટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓમાં PT, APTT, FIBRINOGEN અને D-DIMER જેવા ટેસ્ટોની સવલત ઉભી થઇ શકે તે હેતુસર પેથોલોજી વિભાગની જરૂરીયાત સારૂ એનક્લોઝડ ફુલ્લી ઓટામેટેડ કોઉગ્લેશન એનાલાઇઝર ૩જી જનરેશનના પાંચ વર્ષ ના રીએજન્ટ રેન્ટલના ટેન્ડર અનુસંધાને પ્રતિ ટેસ્ટના મળેલ ભાવ મુજબ થનાર ટેસ્ટના ખરેખર ખર્ચના કામને મંજુરી આપવામાં આવી.

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ઝોનના જુદા જુદા વોર્ડોમાં જુદા જુદા ટી.પી. રોડ પર તેમજ જુદી જુદી અન્ય જરૂરી જગ્યાએ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાંખવા / અપગ્રેડેશન કરવા તથા નવી કેચપીટ બનાવવા, મશીનહોલ ઉપરના બ્રેક ડાઉન રીપેર કરવા, ડ્રેનેજ લાઇનને સી.સી.ટી.વી. મેથડથી ડીસીલ્ટીંગ કરવા, અમરાઈવાડી ડ્રેનેજ પંપીંગ સ્ટેશન વર્ષો જુનું જર્જરીત થઇ ગયેલ હોઇ, વેલ સીન્કીંગ પધ્ધતિથી નવું ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવી પાંચ વર્ષના O & M સહિતની આનુષાંગિક કામગીરી કરવા, વટવા વોર્ડમાં નવા બનતા વોટર ડીસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશન માટે પંપ-મોટર સેટ જરૂરી ઇલે.મીકે. એસેસરીઝ સહીતની એસ.આઇ.ટી.સી.ની તથા ૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની કામગીરી કરવા, બાગેફીરદોશના ફાઇનલ પ્લોટ નં. 138 વાળા પ્લોટમાં ૧૫ લાખ લીટરની ભુગર્ભ ટાંકી તથા ૧૫ લાખ લીટર ક્ષમતાની ૧૮ મીટર સ્ટેજીંગ હાઇટની ઓવરહેડ ટાંકી બનાવવા માટે કુલ રૂા. 4035  લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ, ઉત્તર, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડોમાં મ્યુ. શાળાઓમાં તથા અન્ય બિલ્ડીંગોમાં જરુરી રીપેરીંગ/રીનોવેશન મેઇન્ટેનન્સ કરવા, સીનીયર સીટીઝન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક તેમજ પ્લે-ગ્રાઉન્ડ બનાવવા, જુદા જુદા રસ્તાઓ રીસરફેસ કરવા, ફૂટપાથ બનાવવા/રીપેર કરવા તથા ઇન્ટરલોકીંગ પેવર બ્લોક નાંખવા, રોડ સબબેઝ લેવલે બનાવવા, સરખેજ વોર્ડમાં આવેલ શકરી તળાવ તથા તળાવની ફરતે આવેલ સરકારી પ્લોટમાં ફેઝ-૨ અંતર્ગત ડેવલોપ કરવાના કામ સહિત કુલ રૂા. 5878  લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

ઉપરાંત, સરખેજ વોર્ડમાં મકરબા ખાતે સ્વીમીંગ પુલ, વીથ બેબી સ્વીમીંગ પુલ લેડીઝ/જેન્ટસ શાવર, ચેન્જીંગ રૂમ, લોકર, ટોઇલેટ, ઇન્સ્ટ્રક્ટર અને ઈન્કવાયરી/રજીસ્ટ્રેશન ઓફિસ તથા સ્પોર્ટસને લગતી અન્ય એક્ટીવીટી કરવા તથા જીમ્નેશીયમ બનાવવા, જોધપુર વોર્ડમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસેના પ્લોટમાં કોમ્યુનિટી હોલ બનાવવા, મક્તમપુરા વોર્ડમાં કોમ્યુનીટી હોલ તથા પાર્ટી પ્લોટ બનાવવા માટે કુલ રૂા. ૩૦૩૫ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

વધુમાં, અમદાવાદ શહેરમાં દક્ષિણ-પશ્ચિમઝોનમાં અમદાવાદ બોટાદ રેલ્વે લાઇન લેવલ ક્રોસીંગ નં.૨૧ ઉપર વસ્ત્રાપુર સ્ટેશન પાસે વેજલપુરથી આનંદનગર કનેક્ટ થતા રસ્તા ઉપર થ્રી લેન રેલ્વે ઓવર બ્રીજ બનાવવા, અમદાવાદ બોટાદ રેલ્વે લાઈન લેવલ ક્રોસીંગ નં.૨૪ ઉપર ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પોરેટ રોડ/એસ.જી.હાઇવે કનેક્ટ થતા રસ્તા ઉપર ફોર લેન રેલ્વે ઓવર બ્રીજ બનાવવા તેમજ ઉત્તર-પશ્ચિમઝોનમાં અમદાવાદ વિરમગામ રેલ્વે લાઈન લેવલ ક્રોસીંગ નં.૧૧બી ઉપર હેબતપુર ગામ પાસે થલતેજથી હેબતપુર ગામ – એસ.પી. રીંગ રોડ/સાયન્સ સીટી રોડ ઉપર ફોર લેન રેલ્વે ઓવર બ્રીજ બનાવવા માટે કુલ રૂા. ૨૨૧૫૪ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

વધુમાં, તાકીદના કામ તરીકે રજૂ કરવામાં આવેલ, પરમ પાવનકારી નવરાત્રીના તહેવાર પ્રસંગે અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા “મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૨” નું આયોજન શ્રી ભદ્રકાળી માતાજીના મંદિર સામેના ચોક ખાતે યોજવાના કામને મંજુરી આપવામાં આવી.

Published On - 6:41 pm, Thu, 8 September 22

Next Article