Ahmedabad: રિવરફ્રન્ટ પર બનાવેલુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બે વર્ષ બાદ પણ મંજૂરી ન મળતા બંધ હાલતમા

|

Dec 17, 2022 | 11:22 PM

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બે વર્ષ બાદ પણ ધુળ ખાઈ રહ્યું છે. એએમસી  હવે રિવરફ્રન્ટ ડેવલપ ઓથોરિટીનાં નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. જેમાં રમત વીરો માટે મહાકુંભ એટલે કે ઓલમ્પિક નું આયોજન અને તેમાં પણ વર્ષ 2036 માં યોજાનાર ઓલમ્પિકની યજમાની કરવા માટે ભારત તલપાપડ થઈ રહ્યું છે

Ahmedabad: રિવરફ્રન્ટ પર બનાવેલુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બે વર્ષ બાદ પણ મંજૂરી ન મળતા બંધ હાલતમા
Ahmedabad Riverfront Sports Complex

Follow us on

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બે વર્ષ બાદ પણ ધુળ ખાઈ રહ્યું છે. એએમસી  હવે રિવરફ્રન્ટ ડેવલપ ઓથોરિટીનાં નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. જેમાં રમત વીરો માટે મહાકુંભ એટલે કે ઓલમ્પિક નું આયોજન અને તેમાં પણ વર્ષ 2036 માં યોજાનાર ઓલમ્પિકની યજમાની કરવા માટે ભારત તલપાપડ થઈ રહ્યું છે. અને તેની જ તૈયારીના ભાગરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા રિવર ફ્રન્ટ ઉપર ઇસ્ટ અને વેસ્ટ એમ બે ભાગે જુદા જુદા રમત માટેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

20 કરોડના ખર્ચે ઊભા કરાયેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થઈ બે વર્ષ થઈ ગયા

જેમા અંદાજિત 20 કરોડના ખર્ચે ઊભા કરાયેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થઈ બે વર્ષ થઈ ગયા બાદ પણ હજુ સુધી કોઈપણ શહેરીજન તેનું લાભ લઈ શક્યું નથી. જેમાં આ વર્ષે નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં થયું હતું અને નેશનલ ગેમ્સની કેટલીય રમત પણ આજ સપોર્ટ કોમ્પલેક્ષમાં રમાઇ હતી ત્યારે શહેરીજનો ક્યારે તેનો ઉપયોગ કરીને ઓલમ્પિક કક્ષાએ રમવા માટે તૈયાર થશે તે ખૂબ જ ગંભીર સવાલ છે.

દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના નિર્ણયની રાહ

આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સમગ્ર પ્રોજેક્ટ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ના અંતર્ગત આવી રહ્યો છે. નેશનલ ગેમ્સ ના ઉપયોગ માટે આ જગ્યા ગુજરાત સરકારને સોંપવામાં આવી હતી જે હવે પરત મળી ચૂકી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે તે યોગ્ય ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ આ સમગ્ર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ને શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી ના નિર્ણયની રાહ વચ્ચે ઉભા કરવામાં આવેલા મોર્ડન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધુળ ખાઈ રહ્યા છે.. ઓલમ્પિક ની તૈયારી માટે એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તનતોડ મહેનત કરી રહ્યું છે તેવામાં સ્થાનિક કક્ષાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી શા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને સ્પોર્ટ કોમ્પ્લેક્સ શહેરીજનો માટે ખુલ્લો મુકવા મોડું કરી રહ્યું છે તે ગંભીર સવાલ છે.

Published On - 5:08 pm, Sat, 17 December 22

Next Article