Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે 600 ડ્રોનનો યોજાયો શો, અલભ્ય નજારો જોવા ઉમટી જનમેદની, જુઓ અદ્ભુત વીડિયો

|

Sep 29, 2022 | 9:46 AM

લોકોમાં ઉત્સાહ વધારવા માટે રમતગમત વિભાગ દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલા આ ડ્રોન શોને જોવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા હતા. 

Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે 600 ડ્રોનનો યોજાયો શો, અલભ્ય નજારો જોવા ઉમટી જનમેદની, જુઓ અદ્ભુત વીડિયો
રિવરફ્રન્ટ ખાતે યોજાયો ડ્રોન શો

Follow us on

અમદાવાદમાં નેશનલ ગેમ્સનો  (National Games)આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) શુભારંભ કરવાના છે ત્યારે અમદાવાદ શહેરને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. નવરાત્રીનો તહેવાર, મેટ્રો શરૂ થવાની ખુશી શહેરના સુશોભનમાં જોવા મળી રહી છે ત્યારે ગત સાંજે રિવર ફ્રન્ટ ખાતે ડ્રોન શો આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોઆ આ નજારો નિહાળ્યો હતો.  ડ્રોન શો માટે આ ડ્રોન દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

600 ડ્રોને રચી અદભુત પ્રતિકૃતિ

આકાશમાં ઉડેલા 600 ડ્રોન દ્વારા વિવિધ પ્રતિકૃતિ રચવામાં આવી હતી.  ડ્રોન  (Drone Show) દ્વારા ભારતનો નકશો, વેલ્કમ પીએમ મોદી, સરદાર પટેલ, નેશનલ ગેમનો લોગો સહિત અનેક આકૃતિથી આકાશ અને સાબરમતી નદી બનાવવામાં આવી હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad river Front) પર પ્રથમવાર ડ્રોન શૉ યોજાયો હતો. ભારતના નક્શાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા ગઈકાલે સાંજે અટલબ્રિજ પાસે લોકો ટોળે વળ્યાં. આજે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન થવાનું છે. તે પહેલા ગત સાંજે લોકોમાં ઉત્સાહ વધારવા આ ડ્રોન શૉ યોજાયો હતો.  જેમાં દિલ્લી IITના વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશી 600 જેટલા ડ્રોન મારફતે આકાશી ડ્રોન શૉ યોજાયો હતો. આકાશમાં વિવિધ થીમ અને ડિઝાઇન લોકોને દર્શાવવામાં આવી હતી. ડ્રોન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલકમ પીએમ મોદી, ભારત દેશનો નકશો, વંદે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ ગેમ્સનો લોગો આકાશમાં જોવા મળ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ડ્રોન શો માટે આ ડ્રોન દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.  નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલા અમદાવાદ શહેરને શણગારવામાં આવ્યું છે અને ઠેર ઠેર નેશનલ ગેમ્સની રેપ્લીકા, પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. લોકોમાં ઉત્સાહ વધારવા માટે રમતગમત વિભાગ દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલા આ ડ્રોન શોને જોવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા હતા.

Published On - 9:41 am, Thu, 29 September 22

Next Article