Gujarati NewsGujaratAhmedabad Ahmedabad Some trains affected due to block between Karambali Bhilad and Atul Valsad read to read important railway news
Ahmedabad: કરંબેલી-ભીલાડ અને અતુલ-વલસાડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર, રેલવેને લગતા મહત્વના સમાચાર વાંચો
Ahmedabad: પશ્ચિમ રેલવે દ્રારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 20935/20936 ગાંધીધામ -ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે , જેથી મુસાફરોને ટ્રેનની અંદર ગરમ ભોજન અને નાસ્તો મળી શકશે. આ તરફ લેવલ ક્રોસિંગ-75ના રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે ગર્ડર શરૂ કરવા માટે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 11.45 થી 13.45 વાગ્યા સુધી બે કલાકનો બ્લોક લેવામાં આવશે.
Follow us on
Ahmedabad: લેવલ ક્રોસિંગ-75ના રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે ગર્ડર શરૂ કરવા માટે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 11.45 થી 13.45 વાગ્યા સુધી બે કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક ભીલાડ -કરંબેલી સ્ટેશન વચ્ચેની અપ અને ડાઉન મુખ્ય લાઇન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો નિયમન કરવામાં આવશે અને ટૂંકી ટર્મિનેટ/ઉપસ્થિત થશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
નિયમિત ટ્રેનો:-
ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
ટ્રેન નંબર 09154 વલસાડ-ઉમરગામ વાપી સ્ટેશન પર ટૂંકી થશે અને ટ્રેન નંબર 09153 ઉમરગામ-વલસાડ વાપી સ્ટેશનથી ટૂંકી ઉપડશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો
આ તરફ 11 થી 14 સપ્ટેમ્બર સુધી છોરોડી-જાખવાડા સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 35 ‘SPL’ બંધ રહેશે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના છારોડી-જાખવાડા સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નં. 35 “SPL” કિ.મી. 541/23-25 અતિ આવશ્યક સમારકામ અને જાળવણી કાર્ય માટે 11 સપ્ટેમ્બર ના રોજ સવારે 8:00 થી 14 સપ્ટેમ્બર 2023 સાંજે 18:30 સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ- વિરમગામ સેક્શનમાં આવેલા રેલવે ક્રોસિંગ નંબર 32 અને રેલવે ક્રોસિંગ નંબર 37 પરથી મુસાફરી કરી શકે છે.
ગાંધીધામ-ઈન્દોર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
પશ્ચિમ રેલવે દ્રારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 20935/20936 ગાંધીધામ -ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને ટ્રેનની અંદર ગરમ ભોજન અને નાસ્તો મળી શકશે.
ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં 11 સપ્ટેમ્બર 2023 થી તથા ટ્રેન નંબર 20936 ઈન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં 03 સપ્ટેમ્બર 2023 થી પેન્ટ્રી કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસમાં એક આરક્ષિત જનરલ ક્લાસનો કોચ જોડવામાં આવ્યો.
પશ્ચિમ રેલવે દ્રારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12297/12298 અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી લગેજવાન (LWLRRM) ની જગ્યાએ ગાર્ડ સાથે આરક્ષિત સેકન્ડ જનરલ ક્લાસ (LSLRD) કોચ જોડવા માં આવ્યો છે. જેમાં મુસાફરો આરક્ષિત ટિકિટ લઈ મુસાફરી કરી શકે છે.
ટ્રેન નંબર 12297 સેકંડ ક્લાસ જનરલ કોચ (LSLRD) ની બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ ની વેબસાઈટ પર શરુ કરવામાં આવ્યુ છે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને ટ્રેનની રચના સંબંધિત વિગતવાર વિસ્તુત માહિતી માટે મુસાફરો કૃપા કરી www.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.