Ahmedabad: જુહાપુરામાં સ્કૂટર નીકળ્યું ત્યારે જ ભૂવો પડ્યો, અંદર પડેલો યુવક ગટરની લાઈનમાં તણાયો

|

Jun 30, 2022 | 11:21 AM

ફતેહવાડી વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્ક પાસેથી યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે જ એક્ટિવા ભૂવામાં ફસાઈ હતી. યુવક ઘટનાને કંઈ સમજે તે પહેલા એક્ટિવા સાથે તે ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો.

અમદાવાદ (Ahmedabad))  જુહાપુરા વિસ્તારમાં એક યુવક સ્કૂટર સાથે ભૂવા (sinkhole) માં પડવાની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં યુવક ફતેહવાડી વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્ક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ સ્કૂટર ભૂવામાં ફસાઈ હતી. યુવક ઘટનાને કંઈ સમજે તે પહેલા સ્કૂટર ભૂવામાં ગરકાવ થતી જઈ રહી હતી. યુવક સ્કૂટર છોડીને બાજુમાં પડે છે, પરંતુ ત્યારે જ મોટો ભૂવો પડી જાય છે અને સ્કૂટર સાથે યુવક ભૂવામાં પડે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ યુવક ભૂવામાં પડ્યા બાદ 10 ફૂટ સુધી પાઈપલાઈનમાં અંદર સુધી ગરકાવ થઈ ગયો હતો. જોકે તેણે ભારે જહેમત બાદ બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિકોનો સહારો લઈને યુવક બહાર આવી શક્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકતરફ પ્રિ-મોન્સૂનની કામગીરી બંધ કરવામાં આવી છે અને હવે રોડની કામગીરી ચોમાસા બાદ હાથ ધરાશે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં આવા કેટલા રસ્તા હશે જ્યાં વાહનચાલકોને મોતના મુખમાં જવાનો વારો આવશે. આવા કેટલા રસ્તા હશે જ્યાં રોડ પરના ખાડા મોતના ખાડા બની જશે. શું એએમસી હવે વધુ અકસ્માતની રાહ જોઈ રહી છે ? આજે જો આ યુવકને કોઈ સહારો મળ્યો ન હોત તો આ યુવકનો જીવ જોખમમાં મુકાવાનો ભય હતો અને હવે આવું બીજા યુવક સાથે ન થાય તે માટેની ચિંતા એએમસી ક્યારે કરશે તે એક મોટો સવાલ છે.

Next Video