અમદાવાદ (Ahmedabad) વસ્ત્રાલમાં યુવકને મોતને ઘાટ ઉતાર (Murder) ના પીકઅપ વાન મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં યુવકના અકસ્માત પહેલાના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જે પીકઅપ વાને યુવકને ટક્કર મારી તેના ડ્રાઈવર કેમેરામાં કેદ થયા છે. તો ડ્રાઈવર સાથે રહેલો શકમંદ વ્યક્તિ કેવી રીતે મૃતક પર નજર રાખી રહ્યો હતો. અમદાવાદના વસ્ત્રાલમાં 24 જૂને શૈલેષ પ્રજાપતિ નામના યુવકને એક પીકઅપ વાને મોતની ટક્કર મારી હતી. ત્યારે આ મામલે ટીવીનાઈને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત પહેલા બે શંકાસ્પદો સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં એક શકમંદ મૃતકની આસપાસ રહીને રેકી કરે છે. જ્યારે બીજો ડ્રાઈવર મોતની ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માત પહેલાના સીસીટીવીમાં ધ્યાનમાં આવે છે કે કેવી રીતે બે લોકોએ હત્યાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે. સીસીટીવીમાં એક પીકઅપ વાનમાં આવીને રસ્તાની એકબાજુએ ઉભા રહી જાય છે. જે બાદ તમાંથી બંને શકમંદ શખ્સો બહાર આવે છે. જેઓ આગળ એક પાર્લરમાં ખરીદી કરતા પણ સીસીટીવીમાં જોવા મળ્યા છે. જે બાદ બંનેમાંથી એક ડ્રાઈવર પીકઅપ વાન તરફ આગળ વધ્યો અને બીજો શખ્સ પાર્લર પાસે જ ઉભો રહી ગયો હતો. જ્યારે ડ્રાઈવર વાનમાં બેસી જાય છે ત્યારે બીજા શખ્સ બાજુના મેદાનમાં વોકિંગ કરવા લાગે છે. થોડી વારમાં શૈલેષભાઈ ત્યાંથી પસાર થાય છે. બીજા શખ્સ જે મેદાનમાં હતો તે આવે છે અને વાનમાં બેસતો નથી અને મૃતકની પાછળ ચાલવા માંડે છે. બીજો શકમંદ રસ્તા પર મૃતકની પાછળ ચાલતો પણ સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ત્યારબાદ બીજો શખ્સ ફોન પર વાત કરતા કરે છે, કદાચ બીજો શખ્સ કોઈને માહિતી આપી રહ્યો હોય તેવું જણાય છે. ત્યારે પીકઅપ વાન આગળ વધે છે અને મૃતક શૈલેષ પ્રજાપતિને ક્યારે ટક્કર મારવાની છે. શરૂઆતમાં પીકઅપ વાન ધીમી ગતિએ આગળ વધે છે અને ત્યારે જ અકસ્માત સમયે મૃતક શૈલેષ પ્રજાપતિને મોતની ટક્કર મારીને પીકઅપ વાનચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે શૈલેષ પ્રજાપતિ રોડની નીચે ઉતરીને ચાલતો હોવા છતાં પીકઅપ વાન ચાલક તેને ટક્કર મારી દે છે એ સૌથી ચોંકાવનારી બાબત છે. માટે આ અકસ્માતની ઘટનામાં શંકા પણ જઈ રહી છે. આ સીસીટીવીનાં આધારે પ્રાથમિક રીતે જોતા કહી શકાય કે આ અકસ્માત નહીં પણ હત્યા છે.