Ahmedabad : આજે શ્રાવણ (Shravan) મહિનાના છેલ્લો દિવસ છે. ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસની રાજયભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. મંદિરોમાં છેલ્લા દિવસે ભક્તોની (Devotees) ભીડ જોવા મળી રહી છે. તો અમદાવાદના મેઘાણીનગરમાં ધર્માત્મા કુટિર ખાતે પણ શ્રાવણ મહિનાની વિશેષ ઉજવણી કરાઇ.
આ પણ વાંચો- Breaking News : આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ બદલ 9 હોસ્પિટલ સસ્પેન્ડ અને 1 બ્લેકલિસ્ટ
શ્રાવણ મહિનાના પૂરા મહિના દરમિયાન ઉજવણી થતી હોય છે, પરંતુ વિશેષ શ્રાવણ મહિનાના સોમવાર અને શ્રાવણ મહિનાના પહેલા અને છેલ્લા દિવસે ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મેઘાણીનગરના આશિષનગરમાં રહેતા પટેલ પરિવાર દ્વારા ધર્માત્મા કુટિર ખાતે 6 લાખ કરતા વધુ રૂદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામા આવ્યુ. સાથે જ 1008 શિવલિંગ પણ રાખવામાં આવ્યા.તો સિધ્ધ કરેલી રૂદ્રાક્ષની માળા અને શિવલિંગ ભક્તોને પ્રસાદી સ્વરૂપે ભેટ આપવામાં આવ્યા.
આ વર્ષે અધિક મહિનો અને શ્રાવણ મહિનો એમ બે મહિના સુધી ઉજવણી કરવામાં આવી. સાથે જ વિશેષ પાર્થિવ શિવલિંગ દરરોજ બનાવાયા. જેના કારણે એક અલગ માહોલ ધર્માત્મા કુટિરમાં જોવા મળ્યો, તો આ અલગ થીમને લઈને આસપાસ રહેતા લોકો શિવલિંગના દર્શન કરવા ઉમટયા હતા. દર્શનાર્થીઓ શિવલિંગના દર્શન સાથે પૂજા અર્ચના કરીને હવનમાં પણ ભાગ લઈ ધન્યતા અનુભવી. જ્યાં ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પટેલ પરિવારનું માનવુ છે કે ભગવાનની ભક્તિ કરવી, કરાવવી અને અન્યને પણ તેનો લાભ અપાવવો તે એક શુભ કાર્ય ગણાય છે. એટલુ જ નહી પણ જે લોકો શ્રાવણ માસમાં ભગવાનની ભક્તિ ન કરી શકે તેવા લોકોને સહાયરૂપ થવા આ પ્રકારે આયોજન કર્યાનું પણ આયોજકોએ જણાવ્યું. પટેલ પરિવારના આ કાર્યનું આ 12મું વર્ષ છે. જે કાર્ય કરવા પાછળ પટેલ પરિવારને ભગવાનનો પરચો મળ્યો હોવાનુ પણ આયોજકોએ જણાવાયુ.આયોજકનું એ પણ માનવું છે કે જે લોકો શિવલિંગ લાવીને પૂજા નથી કરી શકતા તેઓને શિવલિંગ મળે માટે ગત વર્ષની જેમ આ વર્ષે 1008 શિવલિંગ લવાયા છે. જે પ્રસાદી સ્વરૂપે લોકોને આપવામાં આવ્યા.
પૂજારીનું માનવુ છે કે શ્રાવણ મહિના દરમિયાન શિવજીની પૂજા કરવામા આવે છે. જેથી પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી દરેક દિવસનું ખૂબ મહત્વ રહેલું હોય છે. શ્રાવણ માસમાં દરેક દિવસે શિવ મંદિર અને ધર્માત્મા કુટિરમાં ભક્તોની શિવના દર્શન કરવા ભીડ જોવા મળતી હોય છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો