Ahmedabad : સેટેલાઈટમાં ચોરી કેસમાં પૂર્વ ઘરઘાટીની ધરપકડ બાદ થયા અનેક ખુલાસા

|

May 03, 2023 | 6:05 PM

પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ચોર ગેંગે ચોરી કરેલા રૂપિયાથી નવા કપડાં, બુટ સહિતની વસ્તુઓ ખરીદી કરી હતી. બીજી તરફ તેવો નવું બાઈક પણ ખરીદી કરવામાં હતા પણ તે પહેલાં પોલીસે તેને પકડી પાડયા હતા

Ahmedabad : સેટેલાઈટમાં ચોરી કેસમાં  પૂર્વ ઘરઘાટીની ધરપકડ બાદ થયા અનેક ખુલાસા
Ahmedabad police Theft Case

Follow us on

અમદાવાદમાં વધુ એક વખત ઘરઘાટીએ ઘર માંથી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં પૂર્વ ઘરઘાટીએ તકનો લાભ લઈને ચોરીને અંજામ આપ્યો હતો. જોકે સીસીટીવી ફૂટેજ ને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ચરણકૃપા સોસાયટીના  એક સિનિયર સીટીઝનના ઘર માંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જોકે આ સીસીટીવી ફૂટેજમાં ચોરીને અંજામ આપીને ફરાર થતા શકમંદો કેદ થયા છે. જેને પગલે મકાન માલિકે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચરણકૃપા સોસાયટીના 11 નંબરના બંગલોમાં રહેતા સિનિયર સિટીઝન છેલ્લા બે દિવસથી એકલા હતા.

 મુખ્ય આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલુ કિશન મીણા દોઢ મહિના અગાઉ ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો

જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઘરમાં ચોરીને અંજામ આપનાર કોઈ અજાણ્યા લોકો નથી પરંતુ મકાનમાં અગાઉ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા વ્યક્તિઓ હોઈ શકે છે. સીસીટીવી ના આધારે શકમંદ ઘરઘાટી હોવાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી બાલકૃષ્ણ ઉર્ફે બાલુ કિશન મીણા દોઢ મહિના અગાઉ ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. આરોપી બાલકૃષ્ણ શર્મા પોતાના મોજશોખ પૂરા કરવા ચોરીને અંજામ આપ્યો હતો.

Instagram માં રિલસ નો શોખ હતો એટલે R15 બાઈક ખરીદવું હતી અને તેના માટે ચોરી કરી હતી

પોલીસ પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ચોર ગેંગે ચોરી કરેલા રૂપિયાથી નવા કપડાં, બુટ સહિતની વસ્તુઓ ખરીદી કરી હતી. બીજી તરફ તેવો નવું બાઈક પણ ખરીદી કરવામાં હતા પણ તે પહેલાં પોલીસે તેને પકડી પાડયા હતા. મહત્વનું છે કે આરોપી ઘરઘાટી તરીકે જ્યાં નોકરી કરતો ત્યાં જ ચોરી કરી પણ પોલીસે કલાકોમાં આરોપીઓ પાસેથી છ લાખથી વધુને રોકડ અને ચોરી કરેલા રૂપિયાથી ખરીદેલો સામાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત Instagram માં રિલસ નો શોખ હતો એટલે R15 બાઈક ખરીદવું હતી અને તેના માટે ચોરી કરી હતી.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

જાહેર શાંતિ ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરે તેવી શક્યતા

ત્યારે ઘરઘાટીઓ રાખતા માલિકોને પણ પોલીસે અપીલ કરી હતી કે પોલીસ વેરિફિકેશન વગર આવા ઘરઘાટીઓને ઘરમાં પ્રવેશ ન આપે. આ કેસમાં પણ પોલીસ મકાનમાલિક પર પણ જાહેરમાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

તિજોરીમાંથી 14 લાખ રોકડા અને બેંકનાં ચેકો અને દસ્તાવેજોની પેન ડ્રાઈવ ચોરી ફરાર થઈ ગયા હતા

જેમાં મકાનનું રીનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી અમુક બારીઓના દરવાજા ફાઈબરથી કવર કરવામાં આવ્યા હતા જેનો લાભ લઈને ચોર ટોળકીએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. બાલકૃષ્ણ ઉપરાંત પોલીસે તેને મદદ કરનાર ઈશ્વર મીણા અને વિનોદ મીનાની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન રાત્રિના સમયે ત્રણ થી ચાર શખ્સો આવી તિજોરીમાંથી 14 લાખ રોકડા અને બેંકનાં ચેકો અને દસ્તાવેજોની પેન ડ્રાઈવ ચોરી ફરાર થઈ ગયા હતા. જેને પોલીસે પકડી પાડયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 4:24 pm, Wed, 3 May 23

Next Article