Ahmedabad: ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ

|

Nov 24, 2022 | 1:02 PM

અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વાર ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફીલિંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદના જ એક વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે એક આરોપીને પોલીસે ઝડપ્યા છે. ઝડપાયેલો આરોપી છેલ્લા કેટલાય સમયથી સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે.

Ahmedabad: ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાનું કૌભાંડ, પોલીસે એક આરોપીની કરી ધરપકડ
ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયુ

Follow us on

જો તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનું વજન કર્યા વિના તમે સિલિન્ડરની ડિલિવરી લો છો તો ચેતી જજો. કારણ કે અમદાવાદમાં ફરી એક વાર ગેસ સિલિન્ડરમાંથી ગેસ રિફીલિંગ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદના જ એક વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે એક આરોપીને પોલીસે ઝડપ્યા છે. ઝડપાયેલો આરોપી છેલ્લા કેટલાય સમયથી સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સિલિન્ડરમાંથી ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયુ

ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગ કરીને ખાલી સિલિન્ડરમાં રિફીલીંગ કરી બારોબાર વેચી દેનાર એક યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે. જુના વાડજ વિસ્તારમાં નરસિંહ ભાઈની ચાલી સામે ખુલ્લી જગ્યામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીની બાતમી વાડજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડતા એક ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફીલીંગ કરતો યુવક રંગેહાથ ઝડપાયો હતો. આરોપી પાસેથી અલગ અલગ 11 ગેસના સિલિન્ડર કબ્જે કરવાના આવ્યા છે. આ મામલે વાડજ પોલીસે ભરત પરમાર નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સિલિન્ડરમાં આશરે 5 થી6 કિલો ગેસ કાઢી લેવાતો

પકડાયેલો આરોપી ભરત પરમાર શાસ્ત્રીનગરમાં આવેલી ઇન્ડિયન ગેસની અર્જુન ગેસ એજન્સીમાં 2 વર્ષથી પેટા ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ખાલી બાટલામાં ગેસ રિફિલ કરી 1100 રૂપિયામાં વેચી નાખતો હતો. પોલીસ તપાસમાં છેલ્લા 2 વર્ષથી ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે. ત્યારે ગેસની ચોરી કરવા એક પાઈપથી ખાલી સિલિન્ડરમાં રિફીલિંગ કરી ચોરી કરતો હતો.. એક સિલિન્ડરમાં આશરે 5 થી6 કિલો ગેસની કાઢી દેવામાં આવતો હતો. ત્યારે આરોપી કેટલા સમયથી ગેસ કટિંગ કરીને વેચતો હતો અને ગેસ એજન્સીના કર્મીની આ મામલે સંડોવણી છે કે કેમ તેમજ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશામાં વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Article