Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ

|

Jul 07, 2023 | 12:29 PM

ગાંધીનગર અને અમદાવાદમાં U-20 મેયર સમિટની શરૂઆત થઈ છે. જેમાં 35 થી વધુ દેશોના 150થી વધારે ડેલિકેટ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. જેઓ આજે સવારે અમદાવાદ હેરિટેજ વોકનું આયોજન કરાયુ છે.

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ આજે 2 વાગ્યાથી જાહેર જનતા માટે બંધ
Atal Foot Overbridge

Follow us on

Ahmedabad : ગાંધીનગર અને અમદાવાદમાં U-20 મેયર સમિટની શરૂઆત થઈ છે. જેમાં 35 થી વધુ દેશોના 150થી વધારે ડેલિકેટ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. જેઓ આજે સવારે અમદાવાદ હેરિટેજ વોકનું આયોજન કરાયુ છે. ત્યાર બાદ 150 થી વધારે ડેલિકેટ આજે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ તેમજ અટલ ફૂટ ઓવરબ્રિજ ની મુલાકાત લેવાના છે. જેના પગલે આજે 2 વાગ્યાથી અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ કરાયો છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા U20 મેયર સમિટ અંતર્ગત વિદેશથી આવેલા ડેલિકેટ સાબરમતી રીવર ફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેવાના હોવાથી જાહેર જનતા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને ફુટ ઓવરબ્રિજ બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad : આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવમાં દેશભરમાંથી એકમાત્ર અમદાવાદના બાળકો કરશે ભારતનું પ્રતિનિધિત્વ

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

અટલ બ્રિજની ખાસિયત

અટલ ફુટ ઓવર બ્રિજની કુલ લંબાઈ 300 મીટર છે. જ્યારે તેને વચ્ચેનો સ્પાન 100 મીટરનો બનાવવામાં આવ્યો છે. બ્રિજના છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે.

સાબરમતી નદીના અપર પ્રોમીનાડ (ફુટપાથ) તથા લોઅર ઉપરથી બંને બાજુએથી (પશ્ચિમ કાંઠે તથા પૂર્વ બાજુએથી) બ્રિજ પર પ્રવેશ કરી શકાય છે. 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત આઈકોનિક બ્રિજની આઇકોનિક ડિઝાઈનની સાબિતી આપવામાં આવી છે.

બ્રિજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ પણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ભાગે પ્લાન્ટર, ગ્રેનાઈટ ફ્લોરિંગ તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરાઈ છે. ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રિજને આગવો લૂક પ્રદાન કરવામાં આવ્યુ છે.

તિરાડ પડેલા કાચ ફરતેની જગ્યા કોર્ડન કરવામાં આવી

અમદાવાદમાં અટલ બ્રિજ ઉપર બનાવવામાં આવેલો કાચ તૂટવાની મોટી ઘટના સામે આવી હતી. અટલ બ્રિજ પર એક સાથે મોટી સંખ્યા લોકો મજા માણવા આવતા હોવાથી તિરાડ પડી છે. અટલ બ્રિજના લોકાપર્ણ થયાના 7 મહિનામાં જ કાચ તૂટ્યો હોવાની ઘટના બની હતી. હાલ તો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ ઉપરના કાચને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article