Ahmedabad : IPL ફાઇનલ મેચમાં ટીકીટ આપવાના બહાને ઠગાઇ આચરનાર જય વી. શાહની સાયબર ક્રાઇમે ધરપકડ કરી

|

Jun 07, 2022 | 5:52 PM

અમદાવાદ(Ahmedabad) જિલ્લાના દસ્ક્રોઈના વહેલાલમાં રહેતા તરંગ પટેલ નામના યુવકને 26મી મેના રોજ જય વિપુલ  શાહનો ફોન આવ્યો હતો અને તેણે આઇપીએલ ફાઈનલ મેચની ટિકિટ જોઈતી હોય તો કરાવી આપીશ, તે પ્રકારનું કહીને પોતે સ્ટેડિયમમાં ટિકિટ ફાળવણીમાં મેમ્બર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું

Ahmedabad : IPL ફાઇનલ મેચમાં ટીકીટ આપવાના બહાને ઠગાઇ આચરનાર જય વી. શાહની સાયબર ક્રાઇમે  ધરપકડ કરી
Ahmedabad Cyber Crime Arrest Jay Vipul Shah In IPL Ticket Fraud Case

Follow us on

આઇપીએલ(IPL) ફાઇનલ મેચની ટીકીટ આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ(Ticket Fraud)આચરનાર જય વિપુલ શાહની અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમે(Cyber Crime) ધરપકડ કરી છે.અમદાવાદના એક ગ્રુપને સ્ટેડિયમાં પેવેલિયન બોક્ષ બુક કરવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા છે. પોલીસે ઠગાઇના કેસમાં ધરપકડ કરેલા જય વિપુલ શાહ વાસણા શાંતિવિલા એપાર્ટમેન્ટ રહે છે અને બેકાર છે.પણ પોતાના મોજશોખ માટે લોકો સાથે ઠગાઇ આચરી પૈસા મેળવે છે.આવી જ રીતે આરોપી જય  વિપુલશાહે અમદાવાદ ગ્રામ્યના લોકો સાથે ઠગાઇ કરી લાખો રૂપિયા પડાવ્યા છે. 29મી મેના આઈપીએલ ફાઇનલ મેચમાં જય વિપુલ શાહે 139 જેટલી ટીકીટ આપવાના બહાને 2.56 લાખ રૂપિયા મેળવી લઈ ટીકીટ ન આપી ઠગાઇ આચરી હતી.

જય વિપુલ શાહે લોકોને વિશ્વાસમાં લઈ ટીકીટના પૈસા બેંકમાં જમા કરાવ્યા

ઘટનાની વાત કર્યે તો દસ્ક્રોઈના વહેલાલમાં રહેતા તરંગ પટેલ નામના યુવકને 26મી મેના રોજ જય વિપુલ  શાહનો ફોન આવ્યો હતો અને તેણે આઇપીએલ ફાઈનલ મેચની ટિકિટ જોઈતી હોય તો કરાવી આપીશ, તે પ્રકારનું કહીને પોતે સ્ટેડિયમમાં ટિકિટ ફાળવણીમાં મેમ્બર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું..જે બાદ ફરિયાદી યુવકના મિત્રોને આઈપીએલની ફાઈનલ મેચની ટિકિટ જોઈતી હોય તેણે જય વિપુલ  શાહનો સંપર્ક કર્યો હતો.જય વિપુલ શાહે લોકોને વિશ્વાસમાં લઈ ટીકીટના પૈસા બેંકમાં જમા કરાવ્યા અને તેમને ટીકીટ નહિ આપી ઠગાઇ આચરી હતી.

પહેલા તેની પાસે 18 ટિકિટ લીધી હોવાનું કહ્યું

આરોપી જય વિપુલ શાહ પર ફરિયાદીને કોઈ શકા ન જાય તે માટે પહેલા તેની પાસે 18 ટિકિટ લીધી હોવાનું કહ્યું હતું જેના 42 હજાર પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા.જે બાદ યુવકને વિશ્વાસ આવતા તેણે અન્ય 121 ટિકિટો બુક કરાવી હતી અને જેના 1 લાખ 25 હજાર રૂપિયા તથા છૂટક ટિકિટ 76ના પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.આમ કરી 2.56 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં પણ ઠગ જય વિપુલ શાહે ટીકીટ આપી ન હતી અને જે બાદ ફરિયાદી યુવક સાથે ઠગાઇ થઈ હોવાથી આ મામલે અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે જય શાહની ધરપકડ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પકડેલ જય વિપુલ શાહના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા લોકો ટીકીટ આપવાના બહાને ઠગાઇ આચરી છે..સાથે જ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે દિશા તપાસ શરૂ કરી છે.

Published On - 5:23 pm, Tue, 7 June 22

Next Article