Ahmedabad: રાજ્ય શિક્ષણ વિભાગે જોખમી મુસાફરી કરાવતા સ્કૂલવાન અને રિક્ષાચાલકો સામે કાર્યવાના આદેશ આપતો એક પરિપત્ર કર્યો છે. છતા આ નિયમને કોરાણે મુકીને રિક્ષાચાલકો અને વાનચાલકો જોખમી રીતે બાળકોને ઘેટાંબકરા ભરે તેમ ઠસોઠસ ભરીને સ્કૂલે લઈ જતા અને પરત ઘરે લાવતા જોવા મળ્યા છે.
કમિશનર ઓફ સ્કૂલે દરેક જિલ્લાના DEOને આ પ્રકારે જોખમી મુસાફરી કરાવતા રિક્ષાચાલકો અને સ્કૂલવાનચાલકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે TV9 દ્વારા અમદાવાદની જુદા જુદા વિસ્તારની સ્કૂલો બહાર રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યુ. જેમા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે.મોટાભાગની સ્કૂલોમાં રિક્ષા અને વાનચાલકો નિયમોનો ઉલાળિયો કરી બાળકોની સલામતી જોખમાય તે પ્રકારે બેસાડીને લાવતા જોવા મળ્યા છે. નિયમ મુજબ એક રિક્ષામાં 6 બાળકોને બેસાડી શકાય જેની સામે ખુ્લ્લેઆમ રિક્ષાચાલકો 10થી12 બાળકોને બેસાડી લઈ જતા દેખાઈ રહ્યા છે.
નાના-નાના ભૂલકાઓને આ પ્રકારે જોખમી રીતે નિયમની ઐસીતૈસી કરી લઈ જનારા આ દૃશ્યો અમદાવાદની શાળાઓના છે. ત્યારે જો મહાનગરપાલિકામાં જ આ હાલ હોય તો અન્ય નાના શહેરોમાં તો શું સ્થિતિ હશે તે આના પરથી બરાબર સમજી શકાય છે.
જો કે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે. જેની અમલવારી તો દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતી નથી.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સીટી ઉત્તરવહી કાંડને લઇને પોલીસની કાર્યવાહી, વિદ્યાર્થી નેતા સની ચૌધરીનું નામ સામે આવ્યું, જુઓ Video
આવા સવાલો અનેક છે અને આવા આદેશો પણ અનેકવાર કરાયા છતા તેની કડકાઈથી અમલવારી થતી નથી. આ અંગે ગુજરાત હાઈકોર્ટ પણ સંજ્ઞાન લઈ ટકોર કરી ચુકી છે. છતા કેટલાક સ્કૂલવાન ચાલકો અને રિક્ષાચાલકો નફ્ફટ બની બાળકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. જેની સામે વાલીઓ પણ લાચાર છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:03 pm, Tue, 18 July 23