
Ahmedabad: દિલ્હીમાં યમુના બ્રિજ પર પાણીનું સ્તર વધતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમા યોગ એક્સપ્રેસ અને વારાણસી –અમદાવાદ વીકલી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જૂની દિલ્હીમાં યમુના બ્રિજ (બ્રિજ નં. 249) પર પાણીનું સ્તર વધવાને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ અને વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
આ પણ વાંચો : Ahmedabad: દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ-તિરુનેલવેલી-ગાંધીધામ હમસફર એક્સપ્રેસ ટ્રેનનું કોલ્લમ જંક્શન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવી છે. જે આ મુજબ છે :
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો