Ahmedabad : વેજલપુરથી ગુમ થયેલા યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ, મિત્રએ જ કરી હત્યા

અમદાવાદના(Ahmedabad)વેજલપુરમાંથી ગુમ થયેલા યુવકની તપાસ કરતા હત્યા(Murder)  થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતકના મિત્રએ(Friend)  જ હત્યા કરી મૃતદેહને દાંટી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે મૃતદેહ કબ્જે કરી હત્યા નિપજાવનાર બે આરોપીની ધરપકડ કરી.

Ahmedabad : વેજલપુરથી ગુમ થયેલા યુવકની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ, મિત્રએ જ કરી હત્યા
Vejalpur Police Arrest Murder Accused
| Edited By: | Updated on: Sep 16, 2022 | 6:13 PM

અમદાવાદના(Ahmedabad)વેજલપુરમાંથી ગુમ થયેલા યુવકની તપાસ કરતા હત્યા(Murder)  થઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતકના મિત્રએ(Friend)  જ હત્યા કરી મૃતદેહને દાંટી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે મૃતદેહ કબ્જે કરી હત્યા નિપજાવનાર બે આરોપીની ધરપકડ કરી. જેમાં આરોપી મિત્રની બહેન સાથે મૃતકના પ્રેમ સંબંધ હોવાથી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે..જે મામલે ક્રાઈમ બ્રાંચે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ બે આરોપી શ્રીગણેશ ઠાકોર અને સુરેશ ઉર્ફે બટકો ઠાકોર છે..જેણે રોહિત ઠાકોરની હત્યા નિપજાવી હતી. 13 ઓગસ્ટના રોજ વેજલપુરના ગોકુલધામમા રહેતો રોહિત ઠાકોર ગુમ થયાની જાણવાજોગ વેજલપુર પોલીસ મથકે નોંધાઈ હતી.જેની તપાસ કરતા તેની હત્યા થઈ હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મળી હતી.જે અંગે ઝડપાયેલા બંને આરોપીની પુછપરછ કરતા શ્રીગણેશના મિત્ર રોહિત ઠાકોર ને જમવા ના બહાને ગાંધીનગર પાસે આવેલા લીલાપુર ગામે બોલાવ્યો હતો. જ્યાં તેની હત્યા નિપજાવી મૃતદેહને જમીનમાં દાટી આરોપી ફરાર થઈ ગયા હતા.

મૃતક રોહિતે આરોપીની બહેનને વિડીયો કોલ અને મળવાનુ ચાલુ રાખ્યુ હતુ

ઝડપાયેલ આરોપી શ્રીગણેશ ઠાકોરની ક્રાઈમ બ્રાંચે રોહિતના ગુમ થવા અંગે પુછપરછ કરી ત્યારે હકિકત સામે આવી છે..રોહિતને આરોપી શ્રી ગણેશની બહેન સાથે પ્રેમ સંબંધ હતો અને તે સંબંધ ન રાખવા માટે આરોપી અવાર નવાર મૃતકને ટોકતો હતો. પરંતુ મૃતક રોહિતે આરોપીની બહેનને વિડીયો કોલ અને મળવાનુ ચાલુ રાખ્યુ હતુ.. જેથી કાવતરૂ રચી તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને જમીનમાં દાટી મીઠુ નાખી પુરાવાનો નાશ કર્યો હતો.. જોકે હત્યામા સુરેશ ઉર્ફે બટકાએ રોહિતને પકડી રાખ્યો અને શ્રી ગણેશે કુહાડી વડે તેની હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે.

ગુમ થયેલા યુવકની હત્યા થઈ હોવાનુ સામે આવતા. પોલીસે મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહ કબ્જે કર્યો. જોકે મૃતદેહ કહોવાઈ ગયો હોવાથી તેની ઓળખ કરવા માટે ડીએનએ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.સાથે જ હત્યાના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ..તે અંગે તપાસ હાથ ધરી છે..ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. તે જોવુ મહત્વનુ છે.

Published On - 6:12 pm, Fri, 16 September 22