Ahmedabad : સરખેજના ફતેવાડી વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાના અભાવે પરેશાન

|

Aug 02, 2021 | 12:24 PM

અહીં સામાન્ય વરસાદમાં પણ રસ્તા ધોવાઈ જવા અને ભૂવા પડવાની ફરિયદો ઉઠે છે. તો ઘણી જગ્યાએ પાકા રસ્તા પણ નથી. જેના કારણે ચોમાસામાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે.

અમદાવાદ(Ahmedabad) ના સરખેજ ફતેવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીં સામાન્ય વરસાદમાં પણ રસ્તા(Road)  ધોવાઈ જવા અને ભૂવા પડવાની ફરિયદો ઉઠે છે. તો ઘણી જગ્યાએ પાકા રસ્તા પણ નથી. જેના કારણે ચોમાસામાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળે છે. આવી સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવતો નથી.સરખેજ વિસ્તાર ઘણા લાંબા સમયથી કોર્પોરેશનની હદમાં સમાવી લેવામાં આવ્યો છે. જો કે સરખેજનો ફતેવાડી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધા પૂરી પાડવામાં ઓરમાયું વર્તન કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ આ વિસ્તારના કાઉન્સિલરો અનેક વાર કરી ચૂક્યા છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

આ પણ વાંચો : Uttar Pradesh: ભાજપના સાંસદ રામચંદ્ર જાંગડાનું વિવાદાસ્પદ નિવેદન, મુસ્લિમ શિલ્પકારોને બતાવ્યા વિશ્વકર્માના વંશજો

Published On - 12:23 pm, Mon, 2 August 21

Next Video