Ahmedabad : ફતેહવાડી વિસ્તારમાં લોકો પીવાના પાણીથી વંચિત, ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર

|

Aug 12, 2021 | 2:55 PM

શહેરના ગ્યાસપુર ફતેહવાડી લાલાબાગ વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો છે.. લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું.

ઘર આંગણે નળથી જળની સમસ્યા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તો તમે જોઈ હશે. પરંતુ કહેવાતા સ્માર્ટસિટી અમદાવાદ(Ahmedabad)માં પણ આ સમસ્યા છે. જેમાં શહેરના ગ્યાસપુર ફતેહવાડી લાલાબાગ વિસ્તારમાં પીવાના પાણી(Drinking Water) માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો છે. જેમાં  લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું.

જેના કારણે લોકોને નાણા ખર્ચીને ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. જેમાં લોકો રૂપિયા ખર્ચીને પાણી પીવા મજબૂર બન્યા છે.લોકોનું કહેવું છે કે તેમણે પાણીના કનેક્શન લેવા 300 રૂપિયા ખર્ચીને ફોર્મ ભર્યા છે અને 1150 રૂપિયા નળની ફી ભરી છે. તેમ છતાં હજુ સુધી નળમાં જળ નથી મળ્યું.

આ પણ વાંચો : BJP શાસિત રાજ્ય પર હવે મમતા બેનર્જીની નજર, બંગાળ UP સાથે હવે ગુજરાતમાં પણ 16 ઓગસ્ટે ‘ખેલા હોબે દિવસ’

આ પણ વાંચો : BHAVNAGARમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે 

Published On - 2:54 pm, Thu, 12 August 21

Next Video