Ahmedabad : રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યુ, એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

|

May 17, 2023 | 9:09 AM

અમદાવાદમાં (Ahmedabad) રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. કાળઝાળ ગરમીને કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, પેટ અને માથાના દુખાવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Ahmedabad : રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યુ, એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

Follow us on

ઉનાળો દિવસે દિવસે આકરો થતો જઇ રહ્યો છે. ગરમીના (Heat) પગલે રોગચાળો પણ વધી રહ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) રેકોર્ડબ્રેક ગરમીને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. કાળઝાળ ગરમીને કારણે ઝાડા-ઉલ્ટી, તાવ, પેટ અને માથાના દુખાવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે 16 મેના રોજ એક જ દિવસમાં 30થી વધુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.

આ પણ વાંચો-Ahmedabad : મિલિટ્રી હોસ્પિટલમાં સુવિધામાં વધારો, 76 બેડ ધરાવતા નવા હોસ્પિટલ બિલ્ડિંગનો પ્રારંભ

બીજી તરફ 108ને મળતા કોલમાં પણ વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં 108ને પેટમાં દુખાવો થવાના 1 હજાર જેટલા કોલ મળ્યા છે. જ્યારે કે ચક્કર તથા નબળાઇ આવવાના 650 કોલ મળ્યા. તો માથાના દુખાવાની ફરિયાદના 50 જેટલા કોલ મળ્યા. ગરમીને પગલે તાવ આવવાના 331 કેસ સામે આવ્યા. શહેરમાં પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતાં તંત્ર દ્વારા જે વિસ્તારોમાં રોગચાળો વધ્યો છે ત્યાંથી પાણીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સ્ટર્લિંગ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યુ ચેકિંગ

બીજી તરફ રોગચાળો વધી રહ્યો છે ત્યારે અમદાવાદની હાઇપ્રોફાઇલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફૂડ બાબતે ફરિયાદ મળતા AMCના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતુ. AMCના ચેકિંગ દરમિયાન હોસ્પિટલની કેન્ટીનમાં સફાઈ બાબતે બેદરકારી છતી થઇ છે. AMCએ તાત્કાલિક હોસ્પિટલને નોટિસ આપી 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો અને મરચું, હળદર, ધાણાજીરું અને ફૂડના સેમ્પલો લઇ ટેસ્ટિંગ માટે મોકલી દીધા છે.

ગરમીને લઇને હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ગરમીને લઇને આગાહી કરવામાં આવી છે. જો કે સૂર્યનારાયણના આકરા પ્રકોપમાંથી ગુજરાતને બે દિવસ આંશિક રાહત મળશે. પશ્ચિમના પવનો ફૂંકાવવાને પગલે ભેજવાળું વાતાવરણ થશે. જેના પગલે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તો અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. જો કે 18 અને 19મેના દિવસે અમદાવાદમાં ફરી તાપમાન વધશે. હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article