Ahmedabad : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ

|

Jun 17, 2023 | 1:37 PM

રથયાત્રાને લઇને અત્યારે જોરશોરથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે 18 જૂને નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. ત્યાર બાદ રોજ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરમાં રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

Ahmedabad : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ

Follow us on

Ahmedabad : 20 જૂન અષાઢી બીજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. રથયાત્રાને લઇને અત્યારે જોરશોરથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતીકાલ એટલે કે 18 જૂને નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. ત્યાર બાદ રોજ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરના પરિસરમાં રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો-Ahmedabad : અષાઢી બીજે આ રીતે નીકળશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે

રથયાત્રા પૂર્વેના ત્રણ દિવસના તમામ કાર્યક્રમો

  • 18 જૂન- સવારે 8 વાગે ભગવાનની નેત્રોત્સવ વિધી યોજાશે
  • 18 જૂન – સવારે 9.30 વાગે ધ્વજારોહણમાં મુખ્ય અતિથિ સી.આર.પાટીલ હાજર રહેશે
  • 18 જૂન -11 વાગે સંતોનું સન્માન યોજાશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે
  • 19 જૂન – સવારે 10 વાગે સોનાવેશના દર્શન થશે અને ગજરાજ પૂજન થશે
  • 19 જૂન -સવારે 10.30 વાગે રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ
  • 19 જૂન -બપોરે 2.30 વાગે કોંગ્રેસ કમિટીની મંદીર મુલાકાત
  • 19 જૂન -સાંજે 5 વાગે શહેર શાંતિ સમિતિની મુલાકાત
  • 19 જૂન -સાંજે 6.30 વાગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પૂજા અને આરતી કરાશે
  • 19 જૂન -સાંજે 8 વાગે મહાઆરતી
  • 20 જૂન – મંગળવારે રથયાત્રા યોજાશે
  • 20 જૂન – સવારે 4 વાગે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાજર રહેશે
  • 20 જૂન – સવારે 5 વાગે ભગવાન જગન્નાથના પ્રિય આદિવાસી નૃત્ય, રસ ગરબા,ભગવાનના પાટા ખોલવાની વિધિ
  • 20 જૂન -સવારે 5.45 વાગે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે
  • 20 જૂન -સવારે 7 વાગે પહિંદ વિધિ બાદ રથયાત્રાનો શુભારંભ

રથયાત્રા અમદાવાદના રસ્તાઓ પરથી થશે પસાર

  • સવારે 7 કલાકે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
  • 9.00 કલાકે AMC
  • 9.45 કલાકે રાયપુર ચકલા
  • 10.30 કલાકે ખાડિયા ચાર રસ્તા
  • 11.15 કલાકે કાલુપુર સર્કલ
  • બપોરે 12 કલાકે સરસપુર
  • 1.30 કલાકે સરસપુરથી પરત
  • 2.00 કલાકે કાલુપુર સર્કલ
  • બપોરે 2.30 કલાકે પ્રેમ દરવાજા
  • 3.15 કલાકે દિલ્હી ચકલા
  • 3.45 કલાકે શાહપુર દરવાજા
  • 4.30 કલાકે આર.સી. હાઇસ્કૂલ
  • 5.00 કલાકે ઘી કાંટા
  • 5.45 કલાકે પાનકોર નાકા
  • 6.30 કલાકે માણેક ચોક
  • 8.30 કલાકે નિજ મંદિર પરત

રથયાત્રામાં કોણ કોણ જોડાશે ?

રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે. તો 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે. 30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે. રથયાત્રામાં દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article