Ahmedabad Rathyatra 2021: નાથનાં નેત્રોત્સવની વિધિ પૂર્ણ, વિધાનસભાનાં અધ્યક્ષ સહિત મહાનુભાવો અને ભક્તો જોડાયા

|

Jul 10, 2021 | 10:13 AM

15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગતા ભગવાનને આંખો આવી જાય છે.જ્યારે તે મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે

Ahmedabad Rathyatra 2021: આજે જગતના નાથની નેત્રોત્સવ (Netrotsav) વિધિ યોજાઈ.. અમદાવાદના જમાલપુરમાં આવેલા ભગવાન જગન્નાથ(Lord jagannath)ના નિજ મંદિરમાં ભગવાન પધાર્યા. 15 દિવસ મામાના ઘરે રહીને મંદિરમાં પધારેલા ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી. નેત્રોત્સવ વિધિમાં આમંત્રિતો અને ભગવાનના ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મહિલાઓએ મંદિરમાં ભજન-કિર્તન શરૂ કરી દીધા હતા. નાથની નેત્રોત્સવ વિધિને લઈ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો.

આજના દિવસે જ કેમ નેત્રોત્સવ વિધિ યોજાય છે તે પણ જાણીએ. જલયાત્રા બાદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા મામાના ઘરે ગયા હતા. ત્યારબાદ 15 દિવસ તેઓ મોસાળમા મામાના ધરે રોકાયા જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત અને આગતા સ્વાગતા કરવામા આવી હતી, 15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગતા ભગવાનને આંખો આવી જાય છે.જ્યારે તે મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. જેમાં ભગવાન ઝડપથી સાજા થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.

 

Next Video