Ahmedabad: ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી વૃદ્ધને ભારે પડી, યુવાને ઉશ્કેરાઈને વૃદ્ધની છરીથી હત્યા કરી

|

May 03, 2023 | 6:25 PM

ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી નિર્દોષ વૃદ્ધને મોતની સજા મળી. રામોલ પોલીસે હત્યા કરીને ફરાર આરોપી મોઇનખાનને પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ હત્યા સલાહ આપવાથી થઈ છે કે અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

Ahmedabad: ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી વૃદ્ધને ભારે પડી, યુવાને ઉશ્કેરાઈને વૃદ્ધની છરીથી હત્યા કરી
Ahmedabad Murder

Follow us on

અમદાવાદ શહેરમાં એક વૃદ્ધને ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી ભારે પડી હતી. જેમાં યુવાને વૃદ્ધને ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા અને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ રામોલ વિસ્તારમાં એક યુવાને વૃદ્ધની સલાહથી ઉશ્કેરાઈને હત્યા કરી દીધી. રામોલ વિસ્તારમાં બે દિવસ પહેલા કથિત માસના ટુકડા ફેંકવા બાબતે પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ટેમ્પો ચાલક મોઇનખાન પઠાણ નામનો યુવક હતો. જેનાં ટેમ્પામાંથી માસના ટુકડા નીચે પડતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલે યુવકના એક પરિચિત વૃદ્ધ મુઝફફરખાન પઠાણએ મોઇનખાનને સલાહ આપી કે જેલમાં જવું પડે તેવું ખોટુ કામ નહીં કરવાનું. વૃદ્ધની સલાહથી ઉશ્કેરાયેલા મોઇનખાને છરીના ઘા ઝીકીને વૃદ્ધની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો : Ahmedabad: વટવામાં અસામાજિક તત્વોના આતંકની ઘટના CCTV મા કેદ, સ્કૂટર ચાલક પર લાકડી અને હથિયારો સાથે તૂટી પડ્યા !

રામોલ પોલીસે મોઇનખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જેમાં કથિત માસના ટુકડા કેસમાં આરોપી મોઇનખાન પઠાણની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો હતો અને તે રામોલ વિસ્તારમાં ફરી રહ્યો હતો ત્યારે વૃદ્ધ મુઝફ્ફરખાને તેને બોલાવીને જેલમાં જવા જેવું કામ નહીં કરવાની સલાહ આપી હતી. આ સલાહ અને કથિત માસના ટુકડાના કેસના વિવાદો વચ્ચે આરોપીએ વૃદ્ધનું હત્યા કરવા છરીથી શરીરના ભાગે ઘા ઝીકીને હત્યા કરી ફરાર થઇ ગયો. રામોલ પોલીસે મોઇનખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી

ખોટું કામ નહિ કરવાની સલાહ આપવી નિર્દોષ વૃદ્ધને મોતની સજા મળી. રામોલ પોલીસે હત્યા કરીને ફરાર આરોપી મોઇનખાનને પકડવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. આ હત્યા સલાહ આપવાથી થઈ છે કે અન્ય કોઈ અદાવત છે તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article