Ahmedabad Rain, Monsoon 2022: ભારે વરસાદને પગલે અમદાવાદમાં આવતીકાલે સોમવારે શાળા અને કોલેજો બંધ રાખવાનો તંત્રનો નિર્ણય

|

Jul 11, 2022 | 12:10 AM

અમદાવાદના પાલડી વિસ્તારમાં લગભગ પોણા દશ ઈંચ જેટલો વરસાદ રાત્રીના દશ વાગ્યા સુધીમાં ખાબક્યો હતો. જ્યારે બોપલ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોડકદેવ, વેજલપુર, મુક્તમપુરા સરખેજ અને જોધપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રસ્તાઓ નદી સમાન જોવા મળી રહ્યા હતા

Ahmedabad Rain, Monsoon 2022: ભારે વરસાદને પગલે અમદાવાદમાં આવતીકાલે સોમવારે શાળા અને કોલેજો બંધ રાખવાનો તંત્રનો નિર્ણય
Ahmedabad Rain: સોમવારે શાળા કોલેજ બંધ

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં રવિવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આઠ થી દશ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. રવિવારે રાત્રી દરમિયાન શહેરના માર્ગો નદી સમાન બન્યા હતા. જ્યારે અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અનેક ફ્લેટ અને કોમ્પેલેક્ષ સહિતના બિલ્ડીંગોના ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાયા હતા. ભારે વરસાદ (Heavy Rainfall in Ahmedabad) ને લઈ વિકટ પરિસ્થિતી સર્જાતા શાળાઓ અને કોલેજોમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી હતી. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (AMC School Board) એ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્યો જોગ પત્ર મોકલ્યો હતો. સાવચેતીના ભાગરુપે શાળા કોલેજોને બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે મેસેજ પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યા હતા.

શહેરના પાલડી, ઉસ્માનપુરા, જોધપુર, વેજલપુર અને બોપલ સહિતના પશ્વિમ અને દક્ષિણ-પશ્વિમ ઝોનમાં અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. આવી સ્થિતી શહેરના અન્ય હિસ્સાઓમાં પણ વરસાદને લઈ સર્જાઈ હતી. શહેરના નદી પારના વિસ્તારમાં વિકટ પરિસ્થિતી સર્જાઈ હતી. જેને લઈ લોકોને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બની ગયુ હતુ. ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયુ હતુ. તો વળી પાણી ઠેર ઠેર ભરાઈ  જવાને લઈ વાહનો પણ બંધ પડી ગયા હતા. તો વળી કેટલેક ઠેકાણે પાર્કિંગમાં પાણી ઘૂસી જવાના અને ભરાઈ જવાને લઈ વાહનો બંધ ફરી થવા મુશ્કેલ છે. આવી સ્થિતીમાં સવારના અરસામાં શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ પહોંચવુ મુશ્કેલ છે. જે સ્થિતીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા શહેરમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આંવ્યો છે.

સાંજે મન્યુનિસિપલ તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી

ભારે વરસાદની સ્થિતીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કમિશ્નર લોચનસિંહ શેહરાની ઉપસ્થિતીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરની સ્થિતી અંગેની સમિક્ષા એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શહેરની મુશ્કેલ સ્થિતીને હળવી કરવા માટેના પગલા ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરની શાળા અને કોલેજો તરફ થી પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને સોમવારે શાળાઓ બંધ રાખી હોવાના મેસેજ મળવા શરુ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેખિત પત્ર સોશિયલ મીડિયા મારફતે શહેરની એએમસી સંચાલિત શાળાઓ બંધ રાખવાના નિર્ણયને જાહેર કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યો અને શિક્ષકોને આ પત્ર મોકલી આપવામાં આવ્યો હતો.

 

 

Published On - 11:57 pm, Sun, 10 July 22

Next Article