G20 સમીટ ને લઈને કેટલીક ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ગોરખપુર કેંટ યાર્ડ રિમોડલિંગની કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેંટ યાર્ડના રિમોડલિંગ અને ગોરખપુર કેંટ-કુમમ્હી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશનિંગ સંબંધિત નોન ઇન્ટરલોકિંગ કામગીરી ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. કેટલીક ટ્રેનને સંપૂર્ણ પણે રદ કરવામાં આવી છે, જ્યાર કેટલી ટ્રેનના રુટને ફેરફાર કરવામાં આવ્યા છે.
पूर्वोत्तर रेलवे के गोरखपुर कैंट यार्ड रिमॉडलिंग एवं गोरखपुर कैंट-कुसम्ही स्टेशनों के बीच तीसरी लाइन कमिशनिंग के संबंध में नॉन इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद मण्डल की कुछ ट्रेनें प्रभावित रहेगी। @WesternRly pic.twitter.com/EHHsyc2K2x
— DRM Ahmedabad (@drmadiwr) September 5, 2023
6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદથી ઊપડનારી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન ભટણી જં સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ થશે અને ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત થશે.
7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર 2023 સુધી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ગોરખપુના બદલે ભટની જં. સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) થશે અને આ ટ્રેન ગોરખપુર અને ભટની જં. વચ્ચે આંશિક નિરસ્ત થશે.
દિલ્હી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત G20 સમિટ 2023 માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને રેલવેએ ટ્રેન હેન્ડલિંગ નું આયોજન કર્યું છે. આ ક્રમમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Published On - 9:12 pm, Tue, 5 September 23