અમદાવાદ રેલ્વે પોલીસની દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને ઝડપ્યા, 72 દારૂની બોટલ ઝડપી

|

Jan 03, 2022 | 6:53 PM

સાબરમતી પોસ્ટના નિર્દેશન હેઠળ સબ ઈન્સ્પેક્ટર મહાવીરસિંહ ગુર્જર અને સ્ટાફ રેલ પેસેન્જર ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી/દેશી દારૂની દાણચોરી કરતા વ્યક્તિઓ ને પકડવા માટે ટીમ નિયુક્તિ કરવામાં આવી  છે.

અમદાવાદ રેલ્વે પોલીસની દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને ઝડપ્યા, 72 દારૂની બોટલ ઝડપી
Ahmedabad Railway Police

Follow us on

મુસાફરોના જીવન અને સામાનની સલામતી માટે અમદાવાદ મંડળના રેલ સુરક્ષા દળના (RPF) ના જવાનો કામગીરી કરતા હોય છે. તેમજ RPF વિવિધ સ્ટેશનો પર ચોરો અને શંકાસ્પદ વક્તિઓને પકડીને રેલ્વે પરિસર, સ્ટેશનો તેમજ ટ્રેનોમાં ગુનાઓને રોકવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે આ જ અમદાવાદ મંડળના rpf ની ટીમે બે બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.

મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે સાબરમતી પોસ્ટના નિર્દેશન હેઠળ સબ ઈન્સ્પેક્ટર મહાવીરસિંહ ગુર્જર અને સ્ટાફ રેલ પેસેન્જર ટ્રેનોમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી/દેશી દારૂની દાણચોરી કરતા વ્યક્તિઓ ને પકડવા માટે ટીમ નિયુક્તિ કરવામાં આવી  છે. જે RPF ટીમ દ્વારા ટ્રેન નંબર 14822 કે જે સાબરમતી- જોધપુર પેસેન્જર એક્સ છે તેમાં આજે સાબરમતી થી ખોડિયાર સ્ટેશન સુધી ચેકિંગ તેમજ ગુપ્ત દેખરેખ દરમિયાન જનરલ કોચમાંથી બે બહારની વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં (1) રીહાન અબરાર કુરેશી ઉંમર-21 વર્ષ, રહેવાસી- શેખ ખાન મહોલ્લા ગામ- અછનેરા તા-કિરાવલી, જિલ્લો-આગ્રા (UP) અને (2) જલ્લો જમીલ કુરેશી ઉંમર-20 વર્ષ, રહેવાસી: બાગ કિલ્લા મહોલ્લા, ગામ-કિરાવલી, તહસીલ-કિરાવલી, જિલ્લો-આગ્રા (UP) ના 03 પીઠ્ઠું બેગ કાળા કલરની અંદર અંગ્રેજી સીલ કરેલી દારૂની બોટલો હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેના પર BLACK JAGUAR XXX Rum “ for Made in ALWAR , Rajasthan “ 750 ML કુલ નંગ 24 જેની કિંમત અંદાજ 8376 થાય છે અને BLACK JAGUAR XXX Rum “for Made in ALWAR, Rajasthan “180 ML 48 નંગ અંદાજે 4080 ની કુલ 72 નંગ કુલ કિંમત 12456 દારૂની બોટલો સાથે રંગે હાથ ઝડપ્યા.

પકડાયેલ ઉપરોકત શખ્સોની પુછપરછ કરતા તેઓની પાસેથી કબજે કરેલ દારૂ અંગે કોઈ સંતોષકારક જવાબ ન આપતા આગળની કાર્યવાહી માટે બને બુટલેગરોને જીઆરપી સાબરમતી પોલીસને સોંપવામાં આવેલ છે. જે પોલીસ તપાસ કરશે કે બને શખ્સો કોની પાસેથી દારૂ લઈને આવ્યા અને ક્યાં લઈ જવાના હતા. તેજ તેની સાથે અન્ય કોણ કોણ મળેલું છે અને તેમનો આ ધંધો કેટલા સમયથી ચાલે છે. જે તમામ બાબતોની પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Banaskantha : આર્મી સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

આ પણ વાંચો : આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન

Published On - 6:50 pm, Mon, 3 January 22

Next Article