Ahmedabad : રેલવે વિભાગે લઘુ ઉદ્યોગને આગળ વધારવા 1 સ્ટેશન 1 પ્રોડક્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી

|

Apr 09, 2022 | 4:40 PM

આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. અને અલગ અલગ પ્રોડક્ટ સ્ટોલ પર રજૂ થતા લોકો તેને લઈ તો શકે પણ તેને જાણી પણ શકે.તો આ તરફ સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

Ahmedabad : રેલવે વિભાગે લઘુ ઉદ્યોગને આગળ વધારવા 1 સ્ટેશન 1 પ્રોડક્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી
Ahmedabad Railway Station One Station One Product

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) લઘુ ઉદ્યોગ (Small Scale Industries) અને વિસરાતી જતી કલાને સાચવવા અને તેને આગળ વધારવા માટે પહેલ કરી છે. જે પહેલના ભાગ રૂપે આજે કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur Railway Station)  પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ શરૂ કરવામાં આવી. જેની શરૂઆત રેલવે ડીઆરએમએ કરાવી હતી. જે પહેલમાં મળતી વસ્તુ સ્ટેશન પર એક જ સ્ટોલ પર મળશે બીજે ક્યાંય નહીં મળે. જેથી તેને એક સ્ટેશન એક પ્રોડક્ટ નામ આપવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર હાથ ધરવામાં આવેલી પહેલમાં કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 500 રૂપિયાની નહિવત ફીમાં 15 દિવસ માટે સ્ટોલ ભાડે અપાયો. જ્યાં હસ્ત કલાને રજૂ કરતા એવા કાર્પેટ સહિતની વસ્તુઓ રખાઈ. જે હસ્ત કલા કારીગરને રોજગારી તો પુરી પાડે સાથે અમદાવાદ અને ગુજરાતની અલગ છાપ પણ ઉભી કરે.

આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. અને અલગ અલગ પ્રોડક્ટ સ્ટોલ પર રજૂ થતા લોકો તેને લઈ તો શકે પણ તેને જાણી પણ શકે.તો આ તરફ સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સિવાય રાજકોટ. ભાવનગર. વડોદરા. સુરત. મુંબઇ. ઇન્દોર રતલામ અને હવે અમદાવાદમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જે તમામ સ્થળે શહેરની ઓળખ કરતી પ્રોડક્ટ રાખવામાં આવી છે. જેથી સ્ટેશનની અલગ ઓળખ ઉભી થાય તેમજ સ્ટેશન પરથી શહેર અને રાજ્યની પણ અલગ ઓળખ ઉભી થાય.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો :  Surat ની માતા તેના બે પુત્રો સાથે પડકારજનક ‘મિશન ભારત’ પર: કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે

આ પણ વાંચો :  Rajkot: RMC સોમવારથી પાણીચોરો સામે બોલાવશે તવાઇ, વોર્ડવાઇઝ આયોજન તૈયાર કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:30 pm, Sat, 9 April 22

Next Article