Ahmedabad: જ્ઞાનસેતુ શાળાઓમાં યોજાતી એન્ટ્રન્સ ટેસ્ટ સામે વાલીઓમાં વિરોધનો સૂર, RTE ફોરમે રાજ્ય શિક્ષણ વિભાગને પત્ર લખી પ્રવેશ પરીક્ષા રદ કરવાની કરી માગ

Ahmedabad: રાજ્યમાં નવી સ્થાપિત જ્ઞાનસેતુ શાળાઓમાં પ્રવેશ માટે લેવાતી એન્ટ્રન્સ ટેસ્ટ સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો છે. આગામી 27મી એપ્રિલે આ એન્ટ્રન્સ અક્ઝામ યોજાવાની છે. ત્યારે RTE ફોરમે આ રાજ્ય શિક્ષણ વિભાગને પત્ર લખી આ આ પ્રવેશ પરીક્ષા રદ કરવા જણાવ્યુ છે.

Ahmedabad: જ્ઞાનસેતુ શાળાઓમાં યોજાતી એન્ટ્રન્સ ટેસ્ટ સામે વાલીઓમાં વિરોધનો સૂર, RTE ફોરમે રાજ્ય શિક્ષણ વિભાગને પત્ર લખી પ્રવેશ પરીક્ષા રદ કરવાની કરી માગ
| Edited By: | Updated on: Apr 21, 2023 | 3:48 PM

રાજ્યની નવી જ્ઞાનસેતુ શાળાઓમાં પ્રવેશ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો છે. જેને લઈને વાલીઓ માટેના પ્રશ્નોને ઉઠાવતા સંગઠન એવા RTE ફોરમે આ એન્ટ્રન્સ ટેસ્ટના વિવાદ અંગે બે દિવસ પહેલા જ એક પેનલ ચર્ચા યોજી હતી. આ ચર્ચા બાદ RTE ફોરમે શિક્ષણ વિભાગને પત્ર લખી એન્ટ્રન્સ ટેસ્ટ રદ કરવાની માગ કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે પ્રાઈમરી શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા લેવી તે RTE એક્ટ 2009 હેઠળ ગેરકાયદેસર છે.

જ્ઞાનસેતુ શાળાઓમાં પ્રવેશ માટે 27 એપ્રિલે યોજાશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે 50 જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ, 25 જ્ઞાનશક્તિ આદિજાતિ નિવાસી શાળાઓ, 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને 10 રક્ષાશક્તિ સ્કૂલો બનાવવાનું નક્કી કર્યુ છે. ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા એવા તેજસ્વી વિદ્યાર્થીઓ જેઓ આર્થિક પછાત કુટુંબોમાંથી આવે છે તેમને મફત શિક્ષણ આપવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ ફન્ડિંગ મોડલ હેઠળ જ્ઞાનસેતુ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આગામી 27મી એપ્રિલે એન્ટ્રન્સ એક્ઝામ યોજાવાની છે.

“એડમિશન માટે એન્ટ્રન્સ એક્ઝામ્સ એ RTE એક્ટ 2009નો ભંગ”

વિવિધ શાળા સંગઠનો પણ જ્ઞાનસેતુ શાળાઓ સ્થાપવાના રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. જેની પાછળ તેઓ એવો તર્ક રજૂ કરે છે કે આ શાળાઓમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ એ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઈનો ભંગ છે. રાજ્ય સરકાર દ્વારા RTE કાયદાના અમલીકરણ માટે ઘડવામાં આવેલા નિયમોમાં ચેપ્ટર 3ની કલમ 8મા નિયમ 2 મુજબ કોઈ શાળાએ ડોનેશન સ્વીકારવુ નહી અને બાળકોને પ્રવેશ આપવા માટે માતા-પિતાના ઈન્ટરવ્યુ અથવા ટેસ્ટ લેવા જોઈએ નહીં.

આ પણ વાંચો: Gujarati Video: RTEમાં એડમિશન આપવાને બહાને સક્રિય થયા લેભાગૂ તત્વો, યુવતીએ વેબસાઈટ બનાવી લોકો સાથે આચરી છેતરપિંડી

RTE ફોરમે રાજ્ય સરકારને પાઠવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે એક તરફ રાજ્ય સરકાર ગ્રાન્ટ-ઇન-એઇડ અને સરકારી શાળાઓને બંધ કરી રહી છે અને બીજી તરફ, તે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ ફંડિંગ મોડલ હેઠળ આવી શાળાઓ શરૂ કરી રહી છે. જે નિયમોની વિરુદ્ધ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:46 pm, Fri, 21 April 23