Ahmedabad: AMCના 7 ઝોનમાં 10 કરોડના પ્લોટ પર દબાણ, વિપક્ષે યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ

|

Aug 14, 2021 | 7:27 AM

શહેરના વિવિધ 143 પ્લોટ પર દબાણ હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: AMCની ઘોર બેદરકારી સામે આવી છે. AMCના 7 ઝોનમાં 10 કરોડના પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું હતું. છતાં પણ એસ્ટેટ ખાતું ઊંઘતું રહ્યું. આવી ગંભીર બેદરકારીને કારણે ઠેર ઠેર અનામત પ્લોટોમાં દબાણ થયાનું સામે આવ્યું છે. શહેરના સાત ઝોનમાં પાલિકાના 4 હજારથી પણ વધુ પ્લોટ આવેલા છે. જેમાં શહેરના વિવિધ 143 પ્લોટ પર દબાણ હોવાનું સામે આવ્યું છે.

 

સૌથી વધુ દબાણ મધ્ય અને પૂર્વ ઝોનમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે પાલિકા સફાળી જાગી હતી અને પ્લોટનું ફેંસિંગ અને વોલની કામગીરી શરૂ કરવાની સૂચના આપી છે. ટાઉન પ્લાનીંગ કમિટી ચેરમેન કહે છે કે હવેથી દર સપ્તાહે પ્લોટની મુલાકત લેવામાં આવશે અને કોઈ દબાણ નથી થયું તેની ફોટો પાડીને ખરાઈ કરવાની પણ સૂચના આપી દેવાઈ છે.

તો આ તરફ વિરોધ પક્ષ નેતાએ પ્લોટમાં દબાણ મામલે તંત્રને આડે હાથ લીધું છે. અત્યાર સુધી દર સપ્તાહે કરવામાં આવતું ચેકીંગની કોઈ નોંધણી નહિ થઈ હોવાનું વિપક્ષનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર મુદ્દે વિપક્ષે યોગ્ય કાર્યવાહી કરવા કરી માંગ કરી છે.

આ પણ વાંચો: શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો

આ પણ વાંચો: Ahmedabad: CTM નજીક ના એકતા એપાટમેન્ટના ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી, જોખમી મકાનોમાં લોકો રહેવા મજબૂર

 

Next Video