Ahmedabad: વડાપ્રધાન મોદીએ આપ્યું અમદાવાદને નવલું નજરાણું, શું છે આ બ્રિજની વિશેષતા

|

Aug 27, 2022 | 8:40 PM

અમદાવાદની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા પેડેસ્ટ્રીયન બ્રિજનું આખરે વડાપ્રધાને (PM Modi) ઉદ્ઘાટન કર્યા બાદ બ્રિજ પર વોક કરીને બ્રિજનો નજારો અને લાઈટિંગ નિહાળી હતી. એટલું જ નહીં બ્રિજની વિશેષતા વિશે અંગેની વિગતો પણ મેળવી.

Ahmedabad: વડાપ્રધાન મોદીએ આપ્યું અમદાવાદને નવલું નજરાણું, શું છે આ બ્રિજની વિશેષતા
PM Modi Visit Atal Bridge With CM Bhupendra Patel

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ફૂટ ઓવર બ્રિજ  (Atal foot over bridge) ખૂલ્લો મૂક્યા બાદ હવે ઝડપથી  અમદાવાદીઓ તેની મુલાકાત લઈ શકશે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા કે આખરે અમદાવાદની ઓળખ બનવા જઈ રહેલ અટલ બ્રિજ લોકો માટે ક્યારેય ખુલ્લો મુકવામાં આવશે, આ ઘરે લોકોની આતુરતાનો અંત આવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  (PM narendra modi) બે દિવસના ગુજરાત પ્રવાસ (PM Gujarat visit) દરમિયાન અટલ  ફૂટ બ્રિજનું લોકાર્પણ થયું હતું.

પ્રધાનમંત્રીએ લીધી ફૂટઓવર બ્રિજની મુલાકાત

અમદાવાદની ઓળખ બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા પેડેસ્ટ્રીયન બ્રિજનું આખરે વડાપ્રધાને  (PM Modi) ઉદ્ઘાટન કર્યા બાદ બ્રિજ પર વોક કરીને બ્રિજનો નજારો અને લાઈટિંગ નિહાળી હતી . એટલું જ નહીં બ્રિજની વિશેષતા વિશે અંગેની વિગતો પણ મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પહેલાં ઈ – લોકાર્પણ કરીને અટલ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો અને બાદમાં બ્રિજ ઉપર રૂબરૂ જઈને બ્રિજને નિહાળ્યો હતો.  દેશની ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક ગણાતો અમદાવાદના રિવરફ્રન્ટ પર 74 કરોડના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાયો છે.

જાણો કેવો છે ફૂટ ઓવરબ્રિજ?

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતી રિવરફ્રન્ટનો આ ફૂટ ઓવરબ્રિજ (Atal bridge) તૈયાર થઈ ગયો છે. શહેરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મિટરના આઈકોનિક બ્રિજના બાંધકામની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. પતંગાકારનો આ બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. જેના માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઉભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરાશે. એટલે કે, અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ તૈયાર થયેલું નજરાણું

રૂ.75 કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે છે અને  અમદાવાદના સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન સહિના હોદ્દેદારોએ મુલાકાત લીધી હતી.  નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા અત્યાધુનિક બ્રિજનું  નિર્માણ કરવામાં આવ્યું છે.

અટલ ફૂટ ઓવર બ્રિજની વિશેષતા

  1. 2100 મેટ્રિક સ્ટીલનું વજન, 300 મીટર બ્રિજની લંબાઈ
  2. 100 મીટર વચ્ચેનો સ્પાન
  3. બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
  4. ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા
  5. બ્રિજના છેડે મુકશે પતંગ આકારના સ્કલ્પચર
  6. વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે
  7. ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન
  8. કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઇટથી મઢાયો બ્રિજ
  9. મુલાકાતીઓ માટે 30થી 50  રૂપિયા ફી રાખવાનું આયોજન
Next Article