AHMEDABAD : ઉપવાસના દિવસો શરૂ થતા જ ફળોની માગમાં વધારો થતા ભાવ ડબલ થયા, જાણો ક્યાં ફળનો કેટલો ભાવ છે

|

Aug 09, 2021 | 12:46 PM

Shravan 2021 : શ્રાવણમાં ઉપવાસને કારણે ફ્રૂટની માગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે.આ તકનો લાભ લઈ છૂટક વેપારીઓ ડબલ ભાવે ફળ વેચી રહ્યાં છે.જથ્થાબંધ કરતા છૂટક બજારમાં ફળના ભાવ બમણાં થઈ ગયા છે.

GUJARAT : શ્રાવણ મહિનાના પ્રારંભ અને ઉપવાસના દિવસો શરૂ થતાની સાથે જ ફળોના ભાવ ડબલ થઈ ગયા છે.શ્રાવણમાં ઉપવાસને કારણે ફ્રૂટની માગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે.આ તકનો લાભ લઈ છૂટક વેપારીઓ ડબલ ભાવે ફળ વેચી રહ્યાં છે.જથ્થાબંધ કરતા છૂટક બજારમાં ફળના ભાવ બમણાં થઈ ગયા છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે.જે ભાવ વધારા માટે મુખ્ય કારણ છે.આ ઉપરાંત નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓ કોરોનાના કારણે વેચાણ ઓછું હોવાથી અત્યાર સુધી માલ ઓછો મંગાવતા હતા.

છૂટક બજારમાં બે દિવસ પહેલા સુધી 20 રૂપિયાના ડઝન મળતા કેળા હવે 50ના થઈ ગયા છે, તો પપૈયાના કિલોનો ભાવ 25 રૂપિયાથી સીધો જ 50 થઈ ગયો છે.મોસંબી, નાસપતિ, દાડમ, ચીકુ પણ લગભગ બે ગણા ભાવે મળી રહ્યાં છે. પહેલા 80 રૂપિયે કિલો મળતા રાસબરીના હવે 200 થઈ ગયા છે..જ્યારે સારી ક્વોલિટીના સફરજન 280 થી 300 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે.

આ પણ વાંચો : JAMNAGAR : વૃદ્ધાના ગળામાંથી ધોળા દિવસે સોનાના ચેઈનની ચીલઝડપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ પણ વાંચો : NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી

Next Video